ગત તા.૧૯-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન સલુણ બસ સ્ટેશન પાસે આવતા સ્ટાફના અ.હેડ.કો. મનુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સલુણ બળીયાદેવ મંદીર રોડ ખુલ્લા ખેતરમાં ખુલ્લામાં અંગત ફાયદા સારૂ પત્તા-પાનાથી પૈસાથી હાર જીતનો જુગાર રમી-રમાડે છે. જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ જઇ રેઇડ કરતા (૧) લાલાભાઇ રમણભાઇ સોલંકી રહે. સલુણ બણીયાદેવ ભાગોળ તા.નડીયાદ, જી: ખેડા (૨) સિરાજભાઇ નુર મંહમદભાઇ વ્હોરા રહે, અમદાવાદ દાણીલીમડા પટેલવાસ તા.જી. અમદાવાદ (3) અનવરભાઇ ઇબ્રાઇમભાઇ વ્હોરા રહે.ગામ સલુણ ઇન્દીરાવાસ તા. નડીયાદ જી.ખેડા નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૩૫૦૦/- તથા દાવ ઉપર થી મળેલ રોકડા રૂ.૧,૭૦૦/-તથા પત્તા-પાના રૂ.૧૫,૨૦૦/-નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા કુલ્લે-૩ ઇસમો વિરુદ્ધમાં નડિયાદ રૂરલ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)