Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ

નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ

નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહાગુજરાત સર્કલ પાસે બનેલ આ ઘટનામાં બસમાં મુસાફરી કરતા મુસાફરોનુ કહેવું છે કે બાઈક ચાલકને બચાવવા જતા બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડરમાં અથડાઈ હતી જેથી બસમાં મુસાફરી કરતા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જેમાં સ્થાનિક લોકોએ તુરંત જ 108 ને ફોન કરતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી ઇજાગ્રસ્ત મુસાફરોને સિવિલ હોસ્પિટલ તથા મહાગુજરાત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બસ નંબર gj 18 ઝેડ ટી ઝીરો 47 5 નંબરની બસ હતી જેનું આગળનું બોર્ડ અંબાજીથી બોરસદ લગાવેલ હતું આ અકસ્માતથી ખેતા તળાવ પાસે ઘણો બધો ટ્રાફિકજામ સર્જાયો હતો..

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.