ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા- નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવાર પ્રોહી તથા જુગારની રેઇડો કરી કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામા આવેલ હોય જે સંબંધે તા.૨૯/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પ્રોહી/જુગાર ના કેસોની ડ્રાઇવ આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. કે.એચ.ચૌધરી નાઓની સુચના અને માગૅદર્શન મુજબ નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમના પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જયદેવસીંહ અભેસંગભાઇ બ.નં.૫૦૩ તથા અ.પો.કો. સત્યદિપસીંહ રામદેવસીંહ બ.નં.૦૪૩૬ નાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે નડીયાદ મહેશ વાટીકા સામે માય મંદીર રોડ ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે દશરથભાઇ માવજીભાઇ રાફુચા નાઓ બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લાવી મહેશ વાટીકા આગળ નીલગીરીના ખેતરમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સંતાડી રાખી ખાનગી રાહે વેચાણ કરે છે.
જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે રેઇડ કરતા બાતમી હકીકત વાળી સદરી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી મળી કુલ બોટલ નં.૧૧૦ જેની કુલ્લ કિ.રૂ.૧૬,૯૪૦/- તથા મોબાઇલ ફોન નં.૧ જેની આશરે કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૨૧,૯૪૦/- ગણી પ્રોહી મુદ્દામાલ પોતાનાઅંગ કબજા ભોગવટામાં રાખી મળી આવી તા.૨૯/૧૨/૨૦૨૪ ના ક.૨૨/૨૦ વાગ્યાના સુમારે પકડાયેલ ઇસમ વિરુધ્ધ સ.ત. અ.પો.કો. સત્યદિપસીંહ રામદેવસીંહ બ.નં.૦૪૩૬ નાઓએ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ),૧૧૬(બી) મુજબ ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ પોલીસ ટીમે શોધી કાઢેલ છે.