ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવાર પ્રોહી તથા જુગારની રેઇડો કરી કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ હોય જે અન્વયે પો.ઇન્સ. કે.એચ.ચૌધરી તથા નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમના પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ. કે.એચ.ચૌધરી તથા જયદેવસીંહ અભેસંગભાઇ બ.નં.૫૦૩ તથા અ.પો.કો. સત્યદિપસીંહ રામદેવસીંહ બ.નં.૦૪૩૬ નાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે નડીયાદ, રેલ્વે સ્ટેશન પાછળ, એન.ઇ.એસ સ્કુલ પાસે, છાપરામાં રહેતા ગીતાબેન ભરતભાઇ બાવાજી ઠાકોર નાઓ બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લાવી સંતાડી રાખી ખાનગી રાહે વેચાણ કરે છે.
જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે રેઇડ કરતા બાતમી હકીકત વાળી સદરી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ નાની મોટી મળી કુલ બોટલ નં.૭૯૯ તથા બીયર નંગ- ૧૪ના પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૩,૪૮,૧૨૨/- તથા એકટીવા કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નં.૧ જેની આશરે કિ.રૂ.૧૦૦૦૦/- મળી કુલ રૂ.૩,૭૮,૧૨૨/- ગણી પ્રોહી મુદ્દામાલ પોતાના અંગ કબજા ભોગવટામાં રાખી મળી આવી તા.૧૭/૦૧/૨૦૨૪ ના ક.૨૨/૩૦ વાગ્યાના સુમારે પકડાયેલ ઇસમ વિરુધ્ધ સ.ત. અ.પો.કો. સત્યદિપસીંહ રામદેવસીંહ બ.નં.૦૪૩૬ નાઓએ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ),૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબ ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ પોલીસ ટીમે શોધી કાઢેલ છે.