આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને કેવા પ્રકારનું વાચન વચ્ચેના તફાવતનું સ્પષ્ટીકરણ કરી તેના પર ભાર મૂકવામાં આવ્યો. સંઘના નડીયાદ વિભાગ સંઘચાલક રસિકભાઈ પટેલે પત્રકારો સાથે સંવાદ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના ૧૭ પત્રકારો નારદ જયંતીની ઉજવણીમાં પ્રત્યક્ષ ગોષ્ઠિમાં જોડાયા.