કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલાએ પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી,જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, ગૌતમસિંહ ચૌહાણની પરિસ્થિતિમાં દીપ પ્રગટાવી કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી બહેનોને મહિલા સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ હોવાનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષાથી લઈને તેઓને સ્વાવલંબી બનાવવાની દિશામાં પાછલા વર્ષોમાં રાજ્ય અનેક કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 12 કરોડ જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા, પીએમ આવાસ યોજના હેઠળ 70% થી વધુ ઘર એકલા અથવા સંયુક્ત રૂપે મહિલાઓના નામે કરવામાં આવ્યા, પીએમ આવાસ યોજના હેઠળ એસી કરોડ લોકોને મહિને પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવ્યું,જળ જીવન મિશન હેઠળ 13 કરોડ ઘરોમાં નળ દ્વારા પાણી આપી મહિલાઓનું જીવન સરળ બનાવાયું. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ 14 કરોડ રિફિલ સિલિન્ડર મફતમાં આત્મા આપવામાં આવ્યા દેશમાં 10 કરોડ કરતાં વધુ ગરીબ પરિવાર પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ આપી મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ અપાવી સાથે સાથે શ્વાસ સંબંધિત રોગો સહિત અનેક રોગોમાંથી પણ મુક્તિ અપાવી. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃ વંદના યોજના, મુદ્રા યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને સશક્તિકરણ તરફના પગલાં આ સરકારે ભર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પે દાયકાઓથી પડતર રહેલા મહિલા અનામતના સપનાને વાસ્તવિકતાનું રૂપ આપી લોકસભા અને વિધાનસભામાં 33% મહિલા અનામતનો માર્ગ મોકળો બનાવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નારી શક્તિ વિના કોઈપણ રાષ્ટ્રની સમૃદ્ધિની કલ્પના કરી શકાય નહીં. આવી સ્થિતિમાં માત્ર મહિલા ઉત્કર્ષ જ નથી પરંતુ મહિલાના નેતૃત્વમાં વિકાસનું વિઝન રાષ્ટ્રની નીતિ બની ગઈ છે.આ નીતિએ નારી શક્તિને સશક્ત બનાવી છે અને આજે તે દરેક ક્ષેત્રમાં ગૌરવ બનીને ઉભરી રહી છે. સૈન્ય હોય કે સ્ટાર્ટઅપ, ઓલમ્પિક હોય કે સંશોધન, શિક્ષણ – વિજ્ઞાન હોય કે રાજનીતિ, ઉદ્યમિતા, રમત જગત, દરેક ક્ષેત્રમાં આજે નારી શક્તિ આકાશને આંબી રહી છે. આજે નવા ભારતમાં દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. નારી શક્તિના આદર્શ સાથેના નવા અભિગમને આપણે સૌએ માત્ર પ્રતિક નહીં, પરંતુ વાસ્તવિક બનાવવો જોઈએ. દરેક ઘરે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ સુનિશ્ચિત કરી આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સખીમંડળની બહેનોને ચેક તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે કપડવંજ-કઠલાલના મામલતદાર આર.પી.પરમાર, દેવમ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, દશરથભાઈ પટેલ,ભાજપ મંત્રી ધુળાભાઈ સોલંકી, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ,ગણપત રાઠોડ, નરેન્દ્ર પટેલ, આરતી દવે, શર્મિષ્ઠા વાઘેલા, શીતલ ભટ્ટ સહિત અધિકારીઓ – પદાધિકારીઓ અને હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.