કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણ રોકડીયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણની ખેતી કરે છે. જેમાં ઘણા ખેડૂતો લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્યો છે નોંધનીય એ છે કે ખેડા જિલ્લામાં ખેતી સંબંધી તમામ વિભાગો અને કચેરીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમ અને સરકારી સહાય આપવામાં આવે છે.
કઠલાલ તાલુકાના અરાલ ગામના પ્રગતિશીલ ખેડૂતે દલપતસિંહ નાથાભાઈ ડાભી ને આ સરળ વાત સમજતા તેઓએ પ્રાકૃતિક ખેતીની દિશા પકડી છે. ડાભી એ પોતાની એક વીઘા જમીનમાં લસણની ખેતી કરી એક સિઝનમાં ₹7 લાખની આવક મેળવી છે.