ઇન્ડિયન મેડિકલ એસોશિએશન રાષ્ટ્રીય મંત્રી શ્રી ડો. અનિલ જે. નાયકના અધ્યક્ષ સ્થાને રેડક્રોસ મોડાસાનો ડેન્ટલ ક્લિનિક ઉદ્ઘાટન સમારંભ યોજાયો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા રાહતદરની લેબોરેટરી, ફર્સ્ટ એઇડ તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેંટ, JRC/YRC વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત સેવાઓનો વેગ વધારતા રાહતદરનું નવીન ડેન્ટલ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી. લાંબા સમયથી ડેન્ટલ ક્લિનિક માટે પ્રયત્ન કરતાં દાતાશ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલ (અમીધારા ટ્રસ્ટ- ફતેપુર, હિંમતનગર) તરફથી રૂ. 15 લાખનું દાન મળતા દાતાશ્રીના વરદ હસ્તે આ ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે દાતાશ્રી મહેશભાઈ પટેલે રીબીન કાપી ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું અને જાહેર જનતાની સેવામાં ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષશ્રી ડો.અનિલ જે. નાયક (રેડક્રોસ – ઝોનલ કો.ઓર્ડિનેટર), શ્રી સંજયભાઈ શાહ (ટ્રેઝરર રેડક્રોસ -સ્ટેટ બ્રાન્ચ), શ્રી ભુપેન્દ્રભાઈ શાહ (રેડક્રોસ હિંમતનગર), શ્રી જીલુભા ધાંધલ (રેડક્રોસ ગાંધીનગર), શ્રી કનુભાઈ પટેલ (પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ), ડો.વસીમ સુથાર(BDS), ડો.હરિભાઈ પટેલ(BDS), ડો.એમ.એમ.ચાંદનીવાલા(M.D), શ્રી રાજેન્દ્રભાઈ પટેલ (APMC ચેરમેન), શ્રી વિમલભાઈ પટેલ (ચેરમેન-સહકારી જીન), શ્રી પંકજભાઈ પટેલ (ચેરમેન- તાલુકા ખરીદ વેચાણ સંઘ) વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેડક્રોસની પ્રવૃત્તિ બિરદાવી હતી.
રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા તમામ મહેમાનોનું ફુલછડી, શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેનશ્રી ભરતભાઈ પરમારે આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. દાતાશ્રી મહેશભાઈ પટેલે વક્તવ્ય આપતા રેડક્રોસની સેવાઓ બિરદાવી હતી અને ટૂંકા ગાળામાં બ્લડ બેંક શરૂ થાય તે માટે બનતા તમામ પ્રયત્નો કરવા જણાવ્યુ હતું. ઉપરાંત ઉપસ્થિત મહેમાનોને પણ રેડક્રોસ બ્લડ બેંક માટે જમીન ફાળવવા ભલામણ કરી હતી. સમારંભના અધ્યક્ષશ્રી ડો.અનિલ જે. નાયકએ રેડક્રોસનો ઇતિહાસ વર્ણવ્યો હતો તથા નગરજનો સમક્ષ દાનની અપીલ કરી હતી.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી મોડાસાના સેક્રેટરીશ્રી રાકેશભાઈ જોષી, ટ્રેઝરરશ્રી વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રી અરવિંદભાઈ શ્રીમાળી, શ્રી જીતેન્દ્રભાઈ અમીન, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કે.કે.શાહ, શ્રી વનિતાબેન પટેલ, શ્રી કનુભાઈ પટેલ, તાલુકા શાખાના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના અગ્રણી, રેડક્રોસ સભ્યશ્રીઓ, નગરજનો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સેક્રેટરીશ્રી રાકેશભાઈ જોષીએ આભાર વિધિ કરી હતી. અંતે રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.