હમાસ-ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ આક્રમક બન્યું છે અને હમાસનો ખાતમો બોલાવવા ધડાધડ રોકેટો છોડી રહ્યું છે. ઈઝરાયેલ હમાસના અડ્ડાઓ નાશ કરવા પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. દરમિયાન ગાઝા (Gaza) સ્થિત હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટો છોડ્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધ વચ્ચે ભારતીય મૂળના 20 વર્ષિય ઈઝરાયેલી સૈનિકનું ગાઝામાં મોત નિપજવાની ઘટના સામે આવી છે.
ઈઝરાયેલના ડિમોના શહેરના મેયર બેની બિટ્ટને આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે, ગાઝામાં સંઘર્ષ દરમિયાન ભારતીય મૂળના 20 વર્ષિય ઈઝરાયેલી સૈનિકનું મોત થયું છે. તેમણે કહ્યું કે, અમે દુઃખની સાથે ગાઝામાં ડિમોનાના પુત્ર હલેલ સોલોમનનું મોત થયું હોવાનું જાહેર કરી રહ્યા છીએ. હેલેને સેવા કરવાની ઈચ્છા દર્શાવી અને ગિવતી (બ્રિગેડ)માં ભરતી થયા…. હેલેન એક સમર્પિત વ્યક્તિ હતા. ઉલ્લેખનિય છે કે, ડિમોના ઈઝરાયેલના દક્ષિણનું શહેર છે. તે ઈઝરાયેલના પરમાણુ રિએક્ટર તરીકે ઓળખાય છે. કેટલાક લોકો ડિમોનાને નાનું ભારત પણ કહે છે, કારણ કે અહીં ભારતથી આવેલા યહૂદિઓની મોટી સંખ્યા રહે છે.
🇮🇱🇵🇸 9 soldados de Israel mortos pelo Hamas em Gaza
– IDF anunciou a morte de mais nove soldados em combate contra terroristas do Hamas;
– Os confrontos acontecem por terra na parte norte da Faixa de Gaza. pic.twitter.com/aujqe8ns59
— Tarciso Morais (@TarcisoRenova) November 1, 2023
હુમલા આ 9 યુવાનોના થયા મોત
એરિયલ રીક ,આસિફ લુગર આદિ દાનન હેલેલ સોલોમન ઇરેઝ મિશ્લોવ્સ્કી , આદિ લિયોન ઇડો ઓવાડિયા (ઉ.વ.19, તેલ અવીવ) લીઓર સિમિનોવિચ અને રોઇ દાવી
હમાસના ઈઝારાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલી સેના આક્રમક જવાબ આપી રહી છે. ઈઝરાયે-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટાપાયે ખુવારી સર્જાઈ છે. વડાપ્રધાન બેન્જામિન નેત્યાન્યાહુ એ પણ હમાસને ખતમ કરવાની ચેતવણી આપી છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના સતત હુમલામાં અત્યાર સુધીમાં 3500 બાળકો સહિત 8500થી વધુ લોકોના મોત અને 2100થી વધુ પેલેસ્ટાઈનીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં ધરાશાઈ થયેલ ઈમારતોના કાટમાળ નીચે 1000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ઈઝરાયેલે 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝા પર 18000 ટનથી વધુ વિસ્ફોટક સામગ્રીથી હુમલો કર્યો છે.