દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. વાસ્તવમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. હવે સુનાવણી 8 ઓગસ્ટે થશે. કેજરીવાલનો તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર રહ્યા હતા. નોંધનિય છે કે, અગાઉ CBIએ તિહાર જેલમાંથી જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
CM કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને BRS નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવી છે.
Delhi Excise policy CBI case: Delhi's Rouse Avenue Court extended the judicial custody of CM Arvind Kejriwal till August 8. He was produced through video conferencing from Tihar Jail. pic.twitter.com/nWiWKYjc0G
— ANI (@ANI) July 25, 2024
અગાઉ 12 જુલાઈના રોજ કોર્ટે CBI દ્વારા તપાસ કરી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી. કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી તે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસોના સંબંધમાં હાજર થયા હતા.
આ તરફ દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવ્યો હતો. કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. CBIએ કહ્યું કે, કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પણ આદેશ અનામત રાખ્યો છે.