ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાખાના પરિવારજનોના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ.
આ પ્રસંગે બીવીપી શાખા પ્રમુખ ભાવેશ રાઠોડ,શ્રીમદ રાજચંદ્ર મિશનના સેવક દીપેન પારેખ, મંત્રી રિન્કેશ સોની, શાખા વાલી કુમુદ ગોર, સેવા પ્રકલ્પ સંયોજક અમિત સોની, આઈપીપી તેજલ પંડ્યા, કારોબારી સભ્યોમાં કિરીટ શાહ, ગિરીશ ગામી, ર્ડો કિરણ મરાઠે, પ્રદીપ બારોટ, સુરેશ પંચાલ, અલ્પેશ વ્યાસ સેવક શાખા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.