Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ગુજરાતના ચકચારીત લવ જેહાદના કેસમાં નડિયાદના કુખ્યાત માસુમ મહિડાને ત્રણ વર્ષની કેદની સજા

ગુજરાતના ચકચારીત લવ જેહાદના કેસમાં નડિયાદના કુખ્યાત માસુમ મહિડાને ત્રણ વર્ષની કેદની સજા

પાટીદાર સમાજની દીકરીને નડિયાદ નો નામચીન બુટલેગર માસૂમ મહિડા ફસાવી ને લઈ ગયેલ જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાયેલી હતી.

હિન્દુ પાટીદાર દિકરી આ મુસ્લિમ બુટલેગર ના સકંજા માંથી છટકી પોતાના પરિવારમાં પરત આવી જતા આ બુટલેગર હિન્દુ પાટીદાર દિકરી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરતો અને જાન થી પતાવી દેવાની ધમકી આપ્યાનો કેસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં હિન્દુ પાટીદાર દિકરી એ હિંમત કરી ને નોંધાવેલી જે કેસ નડિયાદની એડી. પ્રિન્સીપાલ. સીની.સિવિલ. જજ લિંબાચિયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગજેરા અને ફરિયાદીના અંગત વકીલ કેતનકુમાર પટેલ ની દલીલો ને ધ્યાને લઈ આરોપી માસૂમ મહિડા ને ત્રણ વર્ષ ની કેદ અને ૧૦, ૦૦૦/ દંડ નો હુકમ કરેલ છે
આ સિવાય આ બુટલેગર ઉપર આ બુટલેગર ઉપર ધાક ધમકી , બોગસ દસ્તાવેજી પુરાવા બનાવવા, લોકોની જમીન પચાવી પાડવાની, ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિકાર અધિનિયમ હેઠળ આરોપી, અપહરણ , મારામારી , વિશ્વાસઘાત , છેતરપિંડી ચેક રીટર્ન… જેવા કેસો પણ આરોપી પર હાલ ચાલુ છે.
વધુમાં આ જ આરોપીએ રાજસ્થાન જઈ બોગસ નિકાહ નામું બનાવી હિન્દુ દીકરીને ફસાવવાનો જે પ્રયાસ કરેલો તે કેસ નડિયાદ ની સેસન્સ કોર્ટમાં હાલ નિર્ણયાધિન છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

એડવોકેટ- કેતનભાઈ પટેલ

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.