ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.તેમના ધર્મપત્ની ભારતીબેને પણ અક્ષત તિલક કરી પોતાના બૂથ..વિસ્તારના મતદારોનો સંપર્ક કરી ઘર..ઘર સંપર્ક અભિયાનમાં જોડાયા હતા.અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કરવા સહુને અપીલ કરી હતી.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,દેશ અને દુનિયામાં સહુથી મોટા રાજકીય પક્ષ ભાજપનો સ્થાપના દિન છે ત્યારે સહુ હોદ્દેદારો, કાર્યકરોને શુભેચ્છા પાઠવવાનો અવસર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન થકી થયેલા રાષ્ટ્રના વિકાસની વાત લોકો સુધી પહોંચાડવા આજથી ઘર ઘર સંપર્કની શરૂઆત થઈ છે.તે રીતે ભાજપના ખેડા બેઠકના ઉમેદવાર તરીકે લોકોના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો છે. નરેન્દ્રભાઇ મોદીના સુશાસન પર વિશ્વાસ મૂકી ભાજપના ઉમેદવાર તરફી ઉમળકાભેર જંગી મતદાન કરવા કરાવવા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સહુને અપીલ કરી કરી હતી.