દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન બાદ આજે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના તેમજ બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.
#WATCH | J&K: Encounter broke out between terrorists and Army & Baramulla Police in the forward area of Uri, Hathlanga in Baramulla district. Two terrorists were killed in the encounter.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/0cRpZJDY8Q
— ANI (@ANI) September 16, 2023
સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
આજે સવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો સાથેના એનકાન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો હતો, ત્યારે હવે મળતા સમાચાર મુજબ વધુ એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ આજે સવારથી જ આ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું જેમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો જ્યારે બીજાની શોઘખોળ ચાલુ હતી. હવે આ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે.