સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું આયોજન કર્યું .
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી રમવાની છુટ આપી ખેલૈયાઓ ને ખુશ કરી દીધા તેના સાથે પોલીસની કામગીરી વધી છે .કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસની કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે , જેને લઇને પોલીસ કર્મચારીઓ ના પરિવારજનો ને ગરબા રમવા માટે નું ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું બીજી વાર આયોજન કર્યું છે જેમાં ૧૫૦૦ થી વધુ પોલીસ પરિવારના ખેલૈયાઓ રાસ રમે છે અને ગરબાનો આનંદ લેતા હોય છે . દેશ
ભાવનગરમાં કાયદાની વાત કરીએ તો , શહેરમાં પાંચ જગ્યાએ કોમર્શિયલ ગરબા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેઇટના એન્ટ્રી પોઇન્ટ પર ઘર્ષણ ન થાય તે માટે પોલીસ જવાનો રાખવામાં આવી રહ્યા છે . સાથે સાથે ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફીક ની સમસ્યા ઊભી ના થાય તે માટે પોલીસ મોડે સુધી કાર્યરત હોય છે . તેમજ આ વર્ષે પાંચ “શી ટીમ” મુકવામાં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ની વચ્ચે રહી આવારા તત્વો નજર રાખે છે અને શંકાસ્પદ વ્યક્તિ ને પકડી કાયદાકીય કરવાથી કરે છે .
પોલીસ અધિક્ષકે પટેલે જણાવ્યું કે ચૌથા નોરતા ના અંતે હજી સુધી નોરતા ને લઈને કોઈ કાયદો કાનૂન ભંગ ની ફરિયાદ કે અન્ય કોઈ ફરિયાદ આવી નથી .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)