ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાની વિવિધ સમિતિઓની રચના અંતર્ગત જાહેર હિસાબ સમિતિના ચેરમેન પદ માટે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. પંકજ દેસાઈ લાંબા સમયથી રાજકારણનો બહોળો અનુભવ ધરાવે છે અને અગાઉ ગુજરાત સરકારમાં સતત બે વખત મુખ્ય દંડક તરીકેની મહત્વની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. તેમના આ વહીવટી અનુભવ અને કાર્યપ્રણાલીની કુશળતાને ધ્યાનમાં રાખીને આ મહત્વના પદ પર તેમની પસંદગી કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
પંકજ દેસાઈ વર્તમાન સમયમાં પંચાયતિ રાજ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે, ત્યારે તેમની વહીવટી ક્ષમતાને આધારે હવે જાહેર હિસાબ સમિતિના ચેરમેનની વધારાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકને પગલે ખેડા જિલ્લાના રાજકારણ અને તેમના મતવિસ્તાર નડિયાદમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel