મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વરણોસરી ગામ નજીકના સાયફનની સફાઈ અંગે ખાસ દાવ કરવામાં આવ્યો હતો, જેને મંત્રીએ ગંભીરતાથી લઈ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા.
પ્રજાજન સાથે સંવાદ દરમિયાન મંત્રીએ જણાવ્યું
ગાંધીનગર બેસીને તમારી સમસ્યા અનુભવાય નહીં, એટલે આજે તમારી વચ્ચે આવ્યો છું.
તેમણે ઉમેર્યું કે “સરકાર તમારા આંગણે” અભિગમ હેઠળ તંત્ર અને જનતાની સીધી મુલાકાત માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મંત્રીએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેક્ટર તુષારકુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, એસ.પી. વી.કે. નાયી અને અન્ય અધિકારીઓની હાજરીમાં વિભાગીય રિવ્યૂ બેઠક પણ યોજી હતી.
અંતે મંત્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો કે કેનાલમાંથી પરમિશન વગર પંપ ન લગાવે તથા પિયત મંડળીઓને સક્રિય કરવા પ્રોત્સાહિત કર્યાં. તેમણે ગામલોકોને આશ્વાસન આપ્યું કે
તમારી દરેક રજૂઆતનો તાત્કાલિક અને કાયદેસર ઉકેલ લાવવામાં આવશે