હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે. જેનાથી વેપારીઓ અને અન્ય સેવાઓમાં સીધો ફાયદો થવાની આશા છે.
UPIની વધતી લોકપ્રિયતાને જોતા આ નિર્ણય વેપાર, હોસ્પિટલો, શૈક્ષણિત સંસ્થાનો, શેર બજાર, પૂંજી બજાર, વીમા અને વિદેશી આવક પ્રેષણ જેવી શ્રેણીઓમાં ઉચ્ચ-મૂલ્ય વાળા ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં આવશે.
અત્યાર સુધી UPIના માધ્યમથી સામાન્ય પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયા હતી જ્યારે પૂંજી બજાર, સંગ્રહ, વીમા અને વિદેશી પ્રેષણ જેવી ખાસ શ્રેણીઓ માટે આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી. NPCIના અનુસાર હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, IPO અને ભારતીય રિઝર્વ બેંકની રિટેલ પ્રત્યક્ષ યોજનાઓમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તેની સાથે જ ચુકવણીની સેવા પ્રદાતાઓ અને UPI એપ્સને વેપારીઓની સંપૂર્ણ રીતે ખાતરી કરવાની રહેશે.