ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરમાં ચોમાસા સિઝનની શરૂઆતમાં જ ઠેરઠેર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ! જે પાણીને ઓસરતા લાંબો સમય લાગતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરના મંદિરના ચોગાન પાસે, વિશ્વકર્મા વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, નવીનગરી, ડુંગરાભાગોળ, નવો ફ્લાય ઓવરબ્રિજ બન્યો તે સર્વિસ રોડની સોસાયટીઓ સહિત નિચાણવાળી સોસાયટીના વિસ્તારોમાં આ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, આ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહેતા તેનો નિકાલ ન થતાં આ વિસ્તારના રહીશો, વૈષ્ણવોને આવનજાવન કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવા પણ ભારે મુસીબતો વેઠવી પડતા આ બાબતે સત્વરે નિકાલ લાવવા માંગ ઉઠી છે.