બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જઈ રહેલા વિમાનમાં એર ક્રુ સહિત ઓગણીસ લોકો સવાર હતા જે સવારે 11 વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.
પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પરથી લપસી ગયું હતું, જેના કારણે અકસ્માત થયો હતો.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's Kathmandu
Details awaited pic.twitter.com/DNXHSvZxCz
— ANI (@ANI) July 24, 2024
ગત વર્ષે જાન્યુઆરી 2023 માં, એરલાઇન્સની ફ્લાઇટ ક્રેશ થતાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ ઘટનામાં યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં સવાર તમામ 72 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોખરા નજીક પહોંચતા જ એરક્રાફ્ટ એક ઢોળાવવાળી ખાડીમાં પડી ગયું, ટુકડા થઈ ગયું અને આગ ભભૂકી ઉઠી હતી.