સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
At the BJP Parliamentary Party meeting, according to Source present inside, PM Modi said, "Opposition is full of distrust and to show this, they have brought No Confidence Motion." Source also added that PM said, "A few people had said that the voting in Rajya Sabha will be… https://t.co/2vknoUL5f3
— ANI (@ANI) August 8, 2023
ગઠબધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે : મોદી
સુત્રોના જણાવ્યા અનુસાર મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે તેઓ જાણવા માંગે છે કે તેમની સાથે કોણ છે અને કોણ નથી. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ સેમીફાઈનલ ઈચ્છે છે અને સેમીફાઈનલ ગઈકાલે થઈ હતી જેનું પરિણામ સૌની સામે છે. આ ઉપરાંત મોદીએ એમ પણ કહ્યું કે સામાજિક ન્યાયની વાત કરનારા લોકોએ વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિ દ્વારા દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ સિવાય પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવાનું કહ્યું હતું. આ દરમિયાન તેમણે 2018ના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો ત્યારે વિપક્ષને 2023માં તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કહ્યું હતું.
#WATCH | After BJP Parliamentary Party meeting, MoS Parliamentary Affairs & BJP MP Arjun Ram Meghwal says, "This 'Ghamandia' alliance has brought a No Confidence Motion. We have the majority, we don't understand why did they bring the Motion. But maybe they want to test if they… pic.twitter.com/I446sFVTI9
— ANI (@ANI) August 8, 2023
અહંકારી ગઠબંધન પ્રસ્તાવ લાવ્યું : મેઘવાલ
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ‘અહંકારી’ ગઠબંધન અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. અમારી પાસે બહુમતી છે, અમને સમજાતું નથી કે તેઓ પ્રસ્તાવ કેમ લાવ્યા. કદાચ તેઓ એક છે કે કેમ તે ચકાસવા માંગે છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના પ્રશ્નોનો સામનો કરવાની રણનીતિ ઘડવા માટે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પક્ષના સાંસદ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતા હાજર રહ્યા હતા.