આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. આ સાથે રાહુલ ગાંધી, અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર નવરાત્રીને લઈ શુભકામનાઓ પાઠવી છે.
समस्त देशवासियों को नवरात्रि की असीम शुभकामनाएं। शक्ति-वंदना को समर्पित यह पावन पर्व हर किसी के लिए शुभकारी सिद्ध हो, यही कामना है। जय माता दी!
— Narendra Modi (@narendramodi) October 3, 2024
નરેન્દ્ર મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા
તમામ દેશવાસીઓને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. શક્તિની ઉપાસના માટે સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. જય માતા દી.
नवरात्रि के पहले दिन मां शैलपुत्री की करबद्ध प्रार्थना! उनकी कृपा से हर किसी का कल्याण हो। देवी मां की यह स्तुति आप सबके लिए… pic.twitter.com/sFCnbXSHys
— Narendra Modi (@narendramodi) October 3, 2024
PM મોદીએ કહ્યું, શૈલપુત્રીને પ્રતિબદ્ધ પ્રાર્થના
આ સાથે અન્ય એક પોસ્ટમાં PM મોદીએ એક સ્તુતિ મૂકી છે. જેમાં તેમે લખ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રતિબદ્ધ પ્રાર્થના! દરેક વ્યક્તિ તેમની કૃપાથી ધન્ય બને. દેવી માતાની આ સ્તુતિ તમારા બધા માટે છે…
અમિત શાહે કહ્યુ, નવરાત્રીના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ
આ સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, નવરાત્રીના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.નવરાત્રી એ શક્તિની ઉપાસના, આધ્યાત્મિક ઉર્જાનો સંચય અને વિશ્વની માતા માતા અંબેના નવ સ્વરૂપોની પૂજાનો મહાન તહેવાર છે. હું મા દુર્ગાને સમગ્ર વિશ્વના કલ્યાણ, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરું છું. જય માતા દી.
समस्त देशवासियों को नवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएँ।
नवरात्रि, शक्ति की आराधना, आध्यात्मिक ऊर्जा के संचय और जगत जननी माँ अम्बे के नौ रूपों की उपासना का महापर्व है। माँ दुर्गा से समस्त विश्व के कल्याण, सुख और शांति की कामना करता हूँ।
जय माता दी! pic.twitter.com/AENsH9GnPQ
— Amit Shah (@AmitShah) October 3, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભકામનાઓ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે X પર લખ્યું કે, માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામના. માતાજીની કૃપા આપણા સૌ પર બની રહે અને તપ, સંયમ, શીલ, સદાચાર થકી આ પર્વ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવે તેવી પ્રાર્થના.
માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામના.
માતાજીની કૃપા આપણા સૌ પર બની રહે અને તપ, સંયમ, શીલ, સદાચાર થકી આ પર્વ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવે તેવી પ્રાર્થના. pic.twitter.com/aOGSN1u851
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 3, 2024