પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે તો કોંગ્રેસે તેલંગાણામાં બહુમતી મેળવી હતી. મિઝોરમ ચૂંટણી 2023ની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે.
PM Shri @narendramodi's remarks at the start of Winter Session of Parliament 2023. https://t.co/b1Uarw2fog
— BJP (@BJP4India) December 4, 2023
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. એ સમયે પીએમ મોદીએ કહ્યું, ‘ઠંડી નહીં પરંતુ રાજકીય ગતિવિધિ ઝડપથી વધી રહી છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા. પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે. આ પરિણામો એ લોકો માટે ખાસ પ્રોત્સાહક છે જેઓ જેઓ સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે.
#WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "…Rajnaitik garmi badi tezi se badh rahi hai. Yesterday, the results of the four-state elections came out. The results are very encouraging – encouraging for those who are committed to the welfare of the common… pic.twitter.com/CqzAk1AFHH
— ANI (@ANI) December 4, 2023
સાથે જ પીએમ મોદીએ વિપક્ષને સલાહ આપતા કહ્યું કે, ‘દેશે નકારાત્મકતાને નકારી કાઢી છે. સત્રની શરૂઆતમાં અમે વિપક્ષના સાથીદારો સાથે ચર્ચા કરીએ છીએ, અમે હંમેશા દરેકના સહયોગની વિનંતી કરીએ છીએ. આ વખતે પણ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વિપક્ષો માટે આ એક સુવર્ણ તક છે, તેઓ પોતાની હારનો ગુસ્સો કાઢવાને બદલે સકારાત્મક વિચાર સાથે આગળ આવે. દરેકને તક મળે છે. નિરાશા થશે, પરંતુ ગૃહમાં બહારની હારનો ગુસ્સો ન કા