વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર પીએમ મોદી સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં છ સત્રનું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લા ન્યાયતંત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 1લી સપ્ટેમ્બરે તેના સમાપન પર સંમેલનને સંબોધિત કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુરમા સુપ્રીમ કોર્ટના ધ્વજ અને ચિહ્નનું પણ અનાવરણ કરશે.
Tomorrow, 31st August, at around 10 AM, I will inaugurate the National Conference of District Judiciary at Bharat Mandapam. During the programme, a special stamp and coin marking 75 years of the Supreme Court of India will also be unveiled. https://t.co/To16xuY2WJ
— Narendra Modi (@narendramodi) August 30, 2024
આ લોકો ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે હાજર
કેન્દ્રીય કાયદા પ્રધાન (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ પણ સુપ્રીમ કોર્ટના જિલ્લા ન્યાયતંત્ર પર રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટનમાં હાજરી આપશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજ, એટર્ની જનરલ આર વેંકટરામણી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચીફ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કોન્ફરન્સમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા ન્યાયતંત્રના 800 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. બે દિવસ દરમિયાન જિલ્લા ન્યાયતંત્રને લગતા મુદ્દાઓ જેમ કે માળખાકીય સુવિધાઓ અને માનવ સંસાધન, સર્વસમાવેશક અદાલતો, ન્યાયિક સુરક્ષા અને કલ્યાણ, કેસ મેનેજમેન્ટ અને તાલીમ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં આ વિષયો પર ચર્ચા કરવામાં આવશે
કોન્ફરન્સના પ્રથમ દિવસે ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનોને વધારવાના માર્ગો શોધવા. ન્યાયાધીશોની સુરક્ષાની ચિંતાઓ સહિત ન્યાયિક સુરક્ષા અને અનેક કલ્યાણકારી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે સત્રોમાં કેસ હેન્ડલિંગ અને પેન્ડિંગ કેસોમાં ઘટાડો કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે. આ માટે કેસ મેનેજમેન્ટ પર સેશનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત અંતિમ દિવસે ન્યાયાધીશો માટેના ન્યાયિક તાલીમ અભ્યાસક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.