જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. 24 બેઠકો પર લગભગ 59 ટકા મતદાન થયું છે જે છેલ્લી સાત ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન છે. હવે તમામ રાજકીય પક્ષોએ બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર અને કટરા વિસ્તારમાં બે રેલીઓને સંબોધશે અને પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગશે. PM મોદીની રેલી માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે લગભગ બપોરે 12 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં ચૂંટણી રેલી કરશે. આ પછી PM મોદી બપોરે લગભગ 3 વાગ્યે કટરામાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચૂંટણી રેલી કરશે. નોંધનિય છે કે, આજે વિધાનસભા ચૂંટણી માટે ઘાટીમાં PM મોદીની પહેલી રેલી હશે. આ પહેલા PM મોદીએ 14 સપ્ટેમ્બરે જમ્મુના ડોડામાં BJP રેલીને સંબોધિત કરી હતી.
PM Shri @narendramodi's public meetings in Jammu and Kashmir on 19th September 2024.
Watch live:
📺https://t.co/OaPd6HQTAv
📺https://t.co/vpP0MInUi4
📺https://t.co/lcXkSnNPDn
📺https://t.co/4XQ2GzqK1N pic.twitter.com/unztARH3Iq
— BJP (@BJP4India) September 18, 2024
ક્યારે છે ચૂંટણી ?
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ તબક્કામાં થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ તરફ હવે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરના રોજ થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. નોંધનિય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે.