ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના નશાયુક્ત સિરપ પીવાથી યુવાનોના મોત નિપજતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઝેરિલી સિરપએ વધુ એકનો ભોગ લીધા છે, ત્યારે અત્યાર સુધી મૃત્યુઆંક ૬ એ પહોંચ્યો છે, આ સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ ઘટના બાદ નડિયાદમાં ઝેરીલા સિરપ કાંડની તપાસ માટે ડીવાયએસપી વી.આર.વાજપાઈની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે, આ એસઆઈટીમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ, એસઓજી પીઆઈ સહિત ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.