કૉંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે મળવા પહોંચ્યા હતા, જોકે ચર્ચા વિવાદમાં ફેરવાઈ ગઈ અને વાત અશોભનીય સ્તરે પહોંચી.
અહીં થયેલા હોબાળાની ઘટના બાદ ચીફ ઓફિસર હિરલ ઠાકરે પાટણ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના મુખ્ય મુદ્દા:
ચીફ ઓફિસર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ,
કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ નગરપાલિકાની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો.
તેમણે સૂત્રોચાર અને નારાબાજી કરી અધિકારીના કાર્યમાં અવરોધ ઉભો કર્યો.
ચીફ ઓફિસરને અપમાનજનક ભાષા કહી “ઓફિસ તમારા બાપની નથી” જેવા શબ્દો કહ્યાં.
મંડળી બનાવી આક્રમક રવૈયો દાખવ્યો અને કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો.
ફરિયાદમાં કોંગ્રેસ ના આગેવાનો ના નામે ફરિયાદ થઈ જેમાં
ભરત ભાટીયા – નગરપાલિકા કોર્પોરેટર
દીપક પટેલ – શહેર કોંગ્રેસ પ્રમુખ
હિતેશ દેસાઈ – NSUI શહેર પ્રમુખ
ઉપરાંત અન્ય કુલ 10 જેટલા કાર્યકરો પર ગુનો નોંધાયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel