આ પ્રસંગે સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ સહકારી આગેવાનોને સંબોધતા જણાવ્યું કે સહકાર માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નહીં પરંતુ ગ્રામીણ આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે.
રાજ્ય સરકાર ગામડાં ખેડૂત અને પશુપાલકોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા કટિબદ્ધ છે.
આધુનિક યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવાની જરૂર છે.
મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સહકાર વિભાગની રચના થયા બાદ ગ્રામ વિકાસમાં નવા આયામ ઉમેરાયા છે. તેમણે ગામ સ્તરે સહકારી મંડળીઓનું એકીકરણ અને તાલુકા કક્ષાએ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમો યોજવાનું સુચન કર્યું.
બે લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂ. ૧ લાખના ચેક અપાયા.
વિહત નગર દૂધ મંડળી વાયડને માઇક્રો એટીએમ અર્પણ કરાયું.
કૃષિ મૂલ્ય સાંકળમાં FPOs અને દૂધ ઉત્પાદક મંડળીઓની ભૂમિકાને બિરદાવવામાં આવી.
આ સેમિનારમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્યવધારણ અને વેપારિક દૃષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, મેહસાણા સહકારી બેંકના ચેરમેન વિનોદ પટેલ, એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલ પટેલ સહિત જિલ્લા એપીએમસીના ચેરમેનઓ, ડિરેક્ટરઓ, સહકારી મંડળીઓના આગેવાનો તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel