કલ્યાણગિરી યુવાનોને વિશ્વાસમાં લઈને રૂપિયાની હેરાફેરી કરતા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, કલ્યાણગિરીને બેંક ખાતા દીઠ મળતું કમિશન અને સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગિરી હતા સક્રિય, હજારોની સંખ્યામાં છે કલ્યાણગિરીના ફોલોવર્સ છે, હાલમાં તો પોલીસે આ કલ્યાણગિરીની પૂછપરછ શરૂ કરી છે.
જૂનાગઢ સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ ખુલ્યું
જૂનાગઢના આશ્રમમાં કલ્યાણગિરી રહે છે અને આ કલ્યાણગિરી સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે, આ કમિશન કેટલા ટકા લેવાતું હતુ અને કોના કોના ખાતા હતા તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં કલ્યાણગિરીની મુશ્કેલી વધે તો નવાઈ નહી.

સાયબર ફ્રોડની રકમ 9 બેંક ખાતામાં જમા કરાવી, ક્રાઈમ બ્રાંચે આઠ ખાતા ધારકોની ધરપકડ કરી
જૂનાગઢના 9 બેંક ખાતા ધારકોના એકાઉન્ટમાં જમા કરાવતા જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસની સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે થયેલી ફરિયાદોને લઈને જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel