click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા
Gujarat

ભારતનું ગૌરવ – શ્રી રામજન્મભૂમિ મંદિર, અયોધ્યા

કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ, અસ્મિતા અને સ્વાભિમાન તે દેશના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો, મહાપુરુષો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ અને સંવર્ધન પર નિર્ભર છે.

Last updated: 2024/01/20 at 12:54 પી એમ(PM)
One India News Team
Share
15 Min Read
SHARE

કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ, અસ્મિતા અને સ્વાભિમાન તે દેશના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો, મહાપુરુષો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહરોના સંરક્ષણ અને સંવર્ધન પર નિર્ભર છે. આપણા ઇતિહાસનું આ એક કડવું સત્ય છે કે બાબર જેવા વિદેશી આક્રાંતાઓએ આપણા હજારો શ્રદ્ધા, પુણ્ય અને પ્રેરણા કેન્દ્રોને ધ્વસ્ત કરી આપણા રાષ્ટ્રીય સ્વાભિમાને આહત કરવાનું દુસાહસ કર્યું હતું. તેમણે હિન્દુસ્તાનમાં હજારો મંદિરો તોડયા અને પોતાનું વર્ચસ્વ અને દંભનું પ્રદર્શન કરતા આ મંદિરોના સ્થાને આ મંદિરોના જ કાટમાળમાંથી મસ્જિદો બનાવી દીધી. દેશના ખૂણે-ખૂણે આવા અગણિત સ્થાનો છે.

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા, કાશી વિશ્વનાથ મંદિર વારાણસી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા અને આપણા ગુજરાતનું સોમનાથ મંદિર કે જે ભારતના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રવાહના મુખ્ય સ્ત્રોત છે તે પણ વિદેશી આક્રાંતાઓના આતંકથી મુક્ત નથી રહ્યા. ભારતના સ્વાભિમાનના પ્રતિક એવા મંદિરોના ધ્વંસનો દંશ સદા હિન્દુઓને સલતો રહ્યો છે, અને તેમની પુનઃસ્થાપના માટે હિન્દુ સમાજ સતત પ્રયત્નશીલ રહ્યો છે. આપણા ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે સોમનાથ મંદિરના પુનઃ ઉત્થાનનો શ્રેય આપણા જ ગુજરાતી પૂર્વ નાયબ વડાપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે, જ્યારે હમણાં જ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભુમિપૂજનનું સૌભાગ્ય પણ આપણા જ ગુજરાતી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયું છે. ભારતના બંધારણમાં જેમનુ સ્થાન છે, પ્રત્યેક શાસક જેમનાથી પ્રેરાઈ રામરાજ્યની કલ્પના સાકાર કરવા પ્રયત્નશીલ છે, તેવા દેશના જન-જનમાં અને કણ-કણમાં વસતા ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની એ એક ગૌરવશાળી ક્ષણ પ્રત્યેક દેશવાસીઓ માટે સ્વાભિમાન અને રાષ્ટ્ર ભક્તિનો એક અનેરો ઉમંગ લઈને આવી છે. માટે આ પ્રસંગે પ્રત્યેક દેશવાસી અભિનંદનના પાત્ર છે.

ઈસવીસન ૧૫૨૮માં બાબરના સેનાપતિ મિરબાકીએ અયોધ્યા પર આક્રમણ કરી, યુદ્ધમાં લાખો હિન્દુઓનો સંહાર કરી શ્રી રામજન્મભૂમિ મંદિરનો વિધ્વંસ કર્યો. મંદિર ધ્વસ્ત કર્યાબાદ મંદિરના કાટમાળમાંથી પ્રતીક ચિન્હો, સ્તંભો, ખંડિત મૂર્તિઓ વગેરેનો ઉપયોગ કરી એક મસ્જિદ જેવો ઢાંચો તૈયાર કર્યો, જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાયો. આજ કારણે આ પ્રશ્ન માત્ર મંદિર – મસ્જિદ વિવાદ કે હિન્દુ – મુસ્લિમ સમસ્યા નહીં, પણ એક સ્વતંત્ર રાષ્ટ્રમાંથી ગુલામીનું પ્રતીક મિટાવી સ્વાભિમાન અને સંસ્કૃતિના પુનઃ ઉત્થાન માટેનો ગણાયો અને સમગ્ર દેશના દેશભક્ત નાગરિકો શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનમાં જોડાયા. ઇ.સ. ૧૫૨૮ થી ૧૯૪૭ સુધીના સમગાળામાં શ્રી રામજન્મભૂમિને મુક્ત કરાવવા ૭૬ યુદ્ધો થયા. જેમાં લાખો રામ ભક્તોએ બલિદાન આપ્યાં.

૧૯૪૭ માં આઝાદી બાદ શ્રી રામ જન્મભૂમિ સ્થાન પ્રાપ્ત કરવા માટે અયોધ્યાના વૈરાગી સાધુઓ અને આમ જનતામાં તીવ્ર માંગ ઊઠી. કહેવાય છે કે ૨૨ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ કેટલાક ભક્તો તથા સાધુઓએ રામ ચબુતરો અને બાબરી ઢાંચા વચ્ચેની દીવાલ કૂદી ત્રણ ગુંબજમાંથી વચ્ચેના ગુંબજ નીચે ભગવાન રામલલાની મૂર્તિ સ્થાપિત કરી. અયોધ્યામાં હોબાળો મચી ગયો કે રાત્રીના સમયે જન્મભૂમિ સ્થાને ભગવાન પ્રકટ થયા છે. વિવાદ નિવારવા તુરંત પ્રશાસને પરિસરને જપ્ત કર્યું. ઇ.સ. ૧૯૫૦ માં એક ભક્ત ગોપાલસિંહ વિશારદે ન્યાયાલયમાં અરજી કરી કે તેમને ભગવાનના દર્શન કરવાથી રોકવામાં આવી રહ્યા છે, તેમણે તેમ પણ જણાવ્યું કે આ સ્થાનેથી ભગવાનને ક્યારેય હટાવવામાં ન આવે. કોર્ટે ગોપાલસિંહ વિશારદના પક્ષમાં વચગાળાનો નિર્ણય આપી પૂજા – અર્ચન શરૂ કરવા અનુમતિ આપી. આ નિર્ણયના વિરોધમાં મુસ્લિમ પક્ષ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી, પરંતુ પરિણામ ગોપાલસિંહ વિશારદના જ પક્ષમાં આવ્યું અને આજ દિન સુધી પૂજા અર્ચન ચાલી રહ્યું છે. આ બાબતમાં ઇ.સ. ૧૯૫૦ માં બીજો કેસ રામાનંદ સંપ્રદાયના સાધુ પરમહંસ રામચંદ્રદાસજી મહારાજે દાખલ કર્યો. જેઓ ભવિષ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ સમર્થિત શ્રી રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પણ બન્યા. કોર્ટે ગોપાલસિંહ વિશારદને આપેલી રાહત પરમહંસ રામચંદ્રદાસજીને પણ આપી. બન્ને કેસ સાથે ચાલવા લાગ્યા. ત્રીજો કેસ નિર્મોહી અખાડા દ્વારા ઇ.સ. ૧૯૫૯ માં દાખલ કરવામાં આવ્યો જેમાં નિર્મોહી અખાડાએ જન્મભૂમિનું પ્રબંધન પોતાના હસ્તક માંગ્યું. ચોથો કેસ ઇ.સ. ૧૯૬૧ માં ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવ્યો, જેમાં વિવાદિત ઢાંચાને મસ્જિદ અને તેની આસપાસની જમીનની કબ્રસ્તાન જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. તેમણે મૂર્તિઓને હટાવી સંપત્તિનો કબજો તેમને સોંપવાની માંગણી કરી.

પાંચમો કેસ અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવકીનંદન અગ્રવાલે ભગવાન રામલલા બિરાજમાન તથા જન્મભૂમિ સ્થાનને દેવમાની બન્નેને પક્ષકાર બનાવી ઇ.સ. ૧૯૮૯માં દાખલ કર્યો. તેમણે માંગણી કરી કે અયોધ્યાના સંપૂર્ણ પરિસરમાં ભગવાન રામલલ્લા બિરાજમાન છે અને આયોધ્યમાં રામજન્મભૂમિ મંદિર નિર્માણમાં અન્ય પક્ષકારો કોઈ અડચણ ન કરે. ભારતીય કાયદામાં મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાનને બાળ સ્વરૂપ અને જીવંત માનવામાં આવે છે. બાળ સ્વરૂપ હોવાને કારણે તેમનો કેસ લડવા માટે કાયદામાં સંરક્ષકની નિમણુંક કરવાની જોગવાઈ છે. કાયદાની ભાષામાં તેને Next Friend કહેવાય છે. કોર્ટે દેવકીનંદન અગ્રવાલને પક્ષકાર રામલલા બિરાજમાનના Next Friend જાહેર કર્યા. ઇ.સ. ૧૯૯૨માં રામચંદ્ર પરમહંસજીએ પોતાનો કેસ પાછો લીધો.

ઈ.સ. ૧૯૮૩ માં હિંદુ જાગરણ મંચની આગેવાની હેઠળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક વિશાળ હિન્દુ સંમેલન યોજાયું. આ સંમેલનમાં ઠરાવ કરી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પર બાંધેલી મસ્જિદોને દૂર કરી આ સ્થળોની મુક્તિ કરવા માટે આવાહન કરવામાં આવ્યું. આ માહિતીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રતિનિધિ મંડળે અશોકજી સિંઘલના નેતૃત્વ હેઠળ આ ત્રણેય સ્થાનોની મુલાકાત લીધી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એપ્રિલ ૧૯૮૪ માં ભવનમાં સંતો અને મહંતોની હાજરીમાં આયોજિત ધર્મસંસદમાં ઠરાવ કરી આ ત્રણે સ્થાનોની મુક્તિનો સંકલ્પ કરવામાં આવ્યો તથા શ્રી રામ જન્મભૂમિ મુક્તિ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી. આ સમિતિના નેતૃત્વ હેઠળ બિહારના સીતામઢીથી રામજાનકી રથયાત્રાનો પ્રારંભ કરી, સમગ્ર દેશમાં જન્મસ્થળ પરના તાળા ખોલાવવા માટે એક જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાને શ્રી રામજન્મભૂમિ આંદોલનને ઘર ઘર સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૯૮૫ માં કર્ણાટકના ઉડુપીમાં બીજી ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં સરકારને જન્મસ્થળ પરના તાળા ખોલવા માટે ચેતવણી આપવામાં આવી. ઇ.સ. ૧૯૮૬ માં ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ જજના આદેશથી જન્મભૂમિ પરના તાળા ખોલવામાં આવ્યા.
  

હવે પ્રશ્ન મંદિર નિર્માણનો હતો. સોમનાથ મંદિરની રચના કરનાર શ્રી સોમપુરાના પૌત્ર અને મંદિરની શિલ્પકલાના પ્રખ્યાત નિષ્ણાત ચંદ્રકાંત સોમપુરાએ શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવનાર મંદિરની ડીઝાઇન તૈયાર કરી. જાન્યુઆરી ૧૯૮૯ માં પ્રયાગ ખાતે કુંભ પ્રસંગે યોજાયેલી ત્રીજી ધર્મ સંસદમાં એક લાખથી વધુ સંતો અને રામભક્તો વચ્ચે પૂજ્ય દેવરાબાબાની ઉપસ્થિતિમાં મંદિરના શિલાન્યાસની ઘોષણા કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ૧૯૮૯ ની શરદ નવરાત્રિના પ્રથમ દિવસે દેશભરમાં રામશીલાની પૂજા શરૂ કરવામાં આવી. સમગ્ર દેશમાં ૨,૭૫,૦૦૦ ગામોમાં રામશીલાનું પૂજન થયું અને આ શીલાઓ અયોધ્યા મોકલવામાં આવી. જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ૯ નવેમ્બર, ૧૯૮૯ ના રોજ બિહારના દલિત સમાજના ભક્ત કામેશ્વર ચૌપાલના હસ્તે પવિત્ર ભૂમિ પર ખાડો કરી વિધિ વિધાનથી શિલાન્યાસ કરવામાં આવ્યો.

સંતો અને ભક્તો દ્વારા વારંવાર વિનંતી છતાં તત્કાલીન સરકાર દ્વારા શ્રી રામજન્મભૂમિ મંદિર માટે કોઈપણ સકારાત્મક પ્રતિઉત્તર ન આવતા, પૂજ્ય સંતોએ ૩૦ ઑક્ટોબર ૧૯૯૦ ના દિવસે કારસેવા શરૂ કરવાની ઘોષણા કરી. આ કારસેવાની સમગ્ર જવાબદારી કારસેવા સમિતિના જનરલ સેક્રેટરી હોવાને નાતે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોકજી સિંઘલના શિરે હતી. તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના સહયોગથી ૧,૮૦,૦૦૦ જેટલા સશસ્ત્ર જવાનોને કારસેવા રોકવાના કામે લગાડવામાં આવ્યા. ઉત્તરપ્રદેશની સરહદો સીલ થઈ, રાજ્યમાં પ્રવેશતા રસ્તાઓ પર દસ દસ ફૂટની ખાઇઓ ખોદવામાં આવી, ઇટાવાની ચંબલ નદીના પૂલ ઉપર 10 ફૂટ ઉંચી અને ત્રણ ફૂટ પહોળી કોંક્રિટની દિવાલ બનાવવામાં આવી. આટલી જબરજસ્ત સુરક્ષા વચ્ચે વિશ્વભરનું મીડિયા માનતું હતું કે કારસેવા નહિ થાય પરંતુ કારસેવાના આગલા દિવસે અજાણ્યા સ્થળેથી અશોકજી સિંઘલનું નિવેદન આવ્યું કે આવતીકાલે કારસેવા થશે જ. અશોકજીના આહવાનથી ઉત્સાહિત કારસેવકો દર્શન કરવાના ઉદ્દેશ્યથી અયોધ્યા ઉમટી પડ્યા. ઉત્તરપ્રદેશ પોલીસના દમનને કારણે સ્થિતિ વણસી. કારસેવકો બાબરી ઢાંચા પર ચડી ગયા અને ભગવો ધ્વજ લહેરાવી દીધો. ગુંબજ પર ધ્વજ લહેરાવનાર બહાદુર નવયુવાન શરદ કોઠારીને ટોળામાંથી શોધીને ગોળીએ વિંધવામાં આવ્યો. જ્યારે તેનો નાનો ભાઈ રામકુમાર કોઠારી તેને બચાવવા માટે આગળ આવ્યો તો તેને પણ ગોળીથી વીંધી નાખવામાં આવ્યો. માતાપિતાના બન્ને પુત્રો રામકાજ માટે સમર્પિત થયા. અશોકજી સિંઘલ પણ ઇજાગ્રસ્ત થયા, સરયૂ અનેક કારસેવકોના રક્તથી લાલ થઈ.

ઇ.સ. ૧૯૯૧ માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ચોથી ધર્મસંસદનું આયોજન થયું. ત્યાર બાદ દિલ્હીના બોટ કલબ ખાતે એક ઐતિહાસિક રેલી થઈ જેમાં ૨૫ લાખથી વધુ લોકો એકઠા થયા. સમગ્ર દેશમાં શ્રી રામજન્મભૂમિ આંદોલન ચરમ સીમા એ પહોંચ્યું. સરકાર નિર્ધારિત સમય સીમામાં વિવાદનું સમાધાન શોધવામાં નિષ્ફળ જતા, ઈ.સ. ૧૯૯૨ માં દિલ્હીમાં બોલાવવામાં આવેલી પાંચમી ધર્મસંસદમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા પૂજ્ય સંતોએ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ ગીતાજયંતીના અવસરે અયોધ્યામાં ફરી કારસેવા શરૂ કરવાનું આવાહન કર્યું. સમગ્ર દેશભરમાંથી અયોધ્યામાં ૪,૦૦,૦૦૦ કરતા વધુ કારસેવકો ઉમટી પડ્યા. કારસેવાનું આયોજન સરીયુમાં મુઠ્ઠી માટી અર્પણ કરવા સુધી સીમિત હતું પરંતુ ભગવાન રામલલાના મંદિર નિર્માણ માટે આતુર કારસેવકોની ધીરજ ખૂટી ગઈ. અનેકવાર મંચ પરથી રોકાઈ જવા માટે વિનંતી કરવા છતાં, જાણે કારસેવકોને ભગવાન રામનો જ આદેશ હોય તેમ તેઓ બાબરી ઢાંચા તરફ ધસી ગયા. ઓજારો ન હોવા છતાં બેરીકેટની પાઈપો અને જે પણ હાથમાં આવ્યું તેને ઓજાર બનાવી કારસેવકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો અને ૪૬૪ વર્ષના સાંસ્કૃતિક ગુલામીના પ્રતિકનો નાશ થયો અને ત્યાં અસ્થાઈ મંદિરનું નિર્માણ થયું. તત્કાલીન સરકારે વિવાદિત ભૂમિ તથા તેની આસપાસની ૬૭ એકર ભૂમિ હસ્તગત કરી. કોર્ટના આદેશથી નિત્ય પૂજા અને દર્શન શરૂ થયા.

બાબરી ધ્વંસ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પર પ્રતિબંધ લદાયો પણ આ પ્રતિબંધ અદાલતમાં ટકી શક્યો નહિ. ઘટના ઉત્તર પ્રદેશની હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરવામાં આવી. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશથી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા સંબંધિત કેસની સુનાવણી અલ્હાબાદ હાઇકોર્ટમાં શરૂ થઈ. કોર્ટ દ્વારા તમામ પક્ષકારોને પોતાના વાદમાં સંશોધનની છૂટ મળતાં, સુન્ની વકફ બોર્ડે પોતાની કબ્રસ્તાનની માંગણી પરત લીધી. તમામ પક્ષો તરફથી પુરાતત્વવિદ, ઇતિહાસકારો, ભાષાશાસ્ત્રીઓ વગેરે મળીને ૮૦ સાક્ષીઓ ઉપસ્થિત થયા. ન્યાયાધીશોએ જાતે પણ પરિસરની મુલાકાત લીધી. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ભૂમિના નીચે રડાર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું. જેના આધારે કોર્ટે પુરાતત્વ વિભાગને ઉત્ખનન કરવાનો આદેશ આપ્યો. પક્ષકારોની હાજરી અને વિડિયો ગ્રાફીની છૂટ વચ્ચે થયેલ ઉત્તખનનમાં પ્રમાણિત થયું કે વિવાદિત જગ્યાએ હિંદુ મંદિર હતું. સંપૂર્ણ દલીલો અને પુરાવાઓના અભ્યાસ બાદ કોર્ટે આ જગ્યાને જન્મભૂમિ તો ગણી પરતું શ્રી રામલલા બિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે ભૂમિ વહેંચવાની વાત કરી.

સ્વભાવિક ભગવાનની જન્મભૂમિની વહેંચણી સ્વીકારી ન શકાય અને આ વહેંચણીથી વિવાદનો પણ કોઈ ઉકેલ ન આવે, માટે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અલ્હાબાદ હાઇકોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ આજ જગ્યા જન્મભૂમિ છે તે તો પ્રમાણિત હતું પરંતુ ૯૨ વર્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પદ્મભૂષણ કે. પરાસરણજી અને સાથી ધારાશાસ્ત્રીઓની તર્કબદ્ધ દલીલોએ સુપ્રીમ કોર્ટમાં આ કેસની દિશા બદલી નાખી. શ્રી રામલલા બિરાજમાનના પક્ષે ઐતિહાસિક સાહિત્યો, નોંધો અને રેકોર્ડને આધારે પ્રતિપાદિત થયું કે બાબરી ઢાંચાના નિર્માણ પહેલા, બાબરી ઢાંચાના સમયમાં અને ધ્વંસ બાદ પણ હિન્દુઓ આ પવિત્ર જગ્યાને જ રામજન્મભૂમિ તરીકે પૂજતા આવ્યા છે. શ્રી રામજન્મભૂમિ પ્રત્યેની હિન્દુઓની આસ્થાના અવિરત છે અને અનંત સમયથી ચાલી આવી રહી છે. ક્યાંક આજ આધારે દેશની સર્વોચ્ચ અદાલતની ૫ ન્યાયાધીશોની બેંચે સર્વ સંમતિથી ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ શ્રી રામલલા બિરાજમાનની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપી, કરોડો ભક્તોની અપેક્ષાને અનુરૂપ ભવ્ય શ્રી રામજન્મભૂમિ મંદિર બનાવવાનો માર્ગ પ્રસસ્ત કર્યો. વર્તમાન કેન્દ્ર સરકારે પણ હિન્દુઓની સદીઓની રાહ ઝડપી પૂર્ણ કરવા તુરંત શ્રી રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. આ ટ્રસ્ટના કાર્યોના આયોજનમાં જનરલ સેક્રેટરી તરીકેની અગત્યની ભૂમિકા શ્રી રામજન્મભૂમિ આંદોલન તથા અદાલતી કામકાજમાં સક્રિય રહેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા શ્રી ચંપત રાયજીને સોંપવામાં આવી. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણને માન આપીને દિનાક ૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી. તથા તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીની પ્રેરક ઉપસ્થિતિમા ભૂમિપૂજન કરી શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યની શરૂઆત કરાવી છે.

શ્રી સોમનાથ મંદિરની જેમ જ સરકારની કોઇપણ સહાયતા વિના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને સમવૈચારિક સંગઠનોના કાર્યકર્તાઓએ શ્રી રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી દેશના ૧૨ કરોડ કરતા વધુ ઘરોમાંથી સમર્પણ નિધિ એકત્ર કરી આ મંદિરનું નિર્માણ કાર્ય આગળ ધપાવ્યું. આ નિધિ સમર્પણ અભિયાનમાં ૧૦ રૂપિયાનું સમર્પણ પણ સ્વીકારવામાં આવ્યું છે. દેશના તમામ જાતિ, પ્રદેશ, સંપ્રદાયના લોકોના સામુહિક બલિદાન અને સમર્પણના પરિણામે આજે રામમંદિરએ રાષ્ટ્ર મંદિર બન્યું.

આજે ભક્તોની આકાંક્ષાઓને અનુરૂપ ભવ્યાતિ ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે. આપણી ભગ્યશાળી આંખો ૫૦૦ વર્ષ બાદ ભગવાનને અયોધ્યામાં પુનઃપ્રતિષ્ઠિત થતા જોઈ રહી છે. આ એક દિવ્ય અને દેવોને પણ દુર્લભ લાહવો છે. આજ થી આ મંદિરએ સમગ્ર વિશ્વમાં ભારતીય અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતિક બન્યું छे.

રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે, જેની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામ નવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સીધું રામલલાની મૂર્તિ પર પડશે. નાગર શૈલીમાં બનેલા 235 ફૂટ પહોળા, 360 ફૂટ લાંબા અને 161 ફૂટ ઊંચા રામ મંદિરની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે, જે હજારો વર્ષો સુધી ચાલશે. રામ મંદિર સંકુલ લગભગ 70 એકર છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર અથવા લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન-પર બનાવવામાં આવી રહી છે. પૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે.

 

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, Ayodhya's Ram temple, hindu ram mandir, pm modi, Pran Pratistha, Prana Pratishtha Mohotsav, Ram mandir, shree ram mandir

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા
Next Article નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?