Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો- મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં ભારત સરકાર દ્વારા વિમોચિત ચાંદીનો સિક્કો અને સ્મારક ડાક ટિકિટ મહોત્સવની સ્મૃતિ ચિન્હ તરીકે પ્રસ્થાપિત થશે.
વડાપ્રધાને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અને વિકસિત ભારતની રચનામાં યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. યુવાનોને સંબોધતાં તેમણે ‘વોકલ ફોર લોકલ’ થીમને વધારી, આત્મનિર્ભર બનવાની હાકલ કરી. વડાપ્રધાને જણાવ્યું કે દેશના યુવાનોને સશક્ત અને શિક્ષિત બની નવા ભારતના નિર્માણ માટે આગળ આવવું જોઈએ.
વિકાસ અને વિરાસતના સમન્વયની મહત્તા પર ભાર મૂકતાં વડાપ્રધાનશ્રીએ અયોધ્યા, સોમનાથ અને મોઢેરા મંદિરના જીર્ણોદ્ધાર તથા વડતાલ ધામના અક્ષરભુવન મ્યુઝિયમ દ્વારા વારસાનું જતન કરવા બદલ અભિનંદન પાઠવ્યું હતાં.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ખેડા સાંસ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અને શ્રી જ્ઞાન જીવનદાસજી મહારાજ સહિત અનેક સંતો-મહંતો, હરિભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.