રિપોર્ટ- (વિકાસ શાહ)
વ્યારામાં મુસ્લિમ યુવાને પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં “15 મિનિટ કે લિયે પુલિસ કો હટા દો” વાળો વીડિયો મૂકી વાઈરલ કરતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
વ્યારા નગરમાં મોહરમના દિવસે નગરના માર્ગો પર તાઝીયાનું જુલુસ નીકળ્યું હતું તે સમયે વ્યારા નગરના એક મુસ્લિમ યુવાને વ્યારા નગરની શાંતિને ભંગ કરતો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં એ બોલે છે કે “તુમ તો હમારે સે ઇતના જ્યાદા હો 15 મિનિટ કે લિયે પુલિસ કો હટા દો… બતા દેંગે… કિસમે કિતના દમ હૈ…” !
આવો વિડિયો બનાવી પોતાના વોટ્સ એપ સ્ટેટસમાં મૂક્યો હતો ત્યાર બાદ આ વિડીયો ખુબજ ટૂંક સમયમાં સમગ્ર વ્યારા નગર અને જિલ્લામાં ફરતો થયો હતો જેને લઇને લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.
વ્યારા નગર અને જિલ્લામાં ઘણા સમયથી શાંતિનો માહોલ છે ત્યારે આ નગર અને જિલ્લાની શાંતિ ને ભંગ કરતો એક વિડીયો મુસ્લિમ યુવાને બનાવી ગતરોજ વાઇરલ કર્યો હતો. જેમાં એક મુસ્લિમ યુવકે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો હોઈ અને લોકોને ભડકાવતો હોઈ તેવો વિડિયો મૂક્યો હતો. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું કે આ વ્યારાના મીમ ગ્રૂપ વાળુ તાઝયાનું બેનર સાથે પોલીસની ગાડીને એડિટ કરેલ વિડિયો બનાવ્યો હતો.
આ વીડિયો વાયરલ થયાની પોલીસને જાણ થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ મુસ્લિમ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ યુવકે પોતે ભૂલ કરી હોય એવું માફી પત્રક લખાવી લેવામાં આવ્યું હતું અને માફી માંગતા વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો.
આમ આવી કટ્ટરવાદી માનસિકતા ધરાવનાર લોકો હવે ગુજરાતની પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. આવા યુવાન સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આવનાર દિવસોમાં આવા સામાજિક તત્વો સામે દાખલો બેસે અને બીજી વાર કોઈ આવો વીડિયો બનાવવાની હિંમત ના કરે અને નગરની શાંતિ ભંગ ના કરી શકે.
વ્યારામાં મુસ્લિમ યુવાને પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં “15 મિનિટ કે લિયે પુલિસ કો હટા દો” વાળો વીડિયો મૂકી વાઈરલ થતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો.
તાપી જીલ્લા પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો હોય તેવો વિડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો. @sanghaviharsh pic.twitter.com/8YCEGeDydI
— One India News (@oneindianewscom) July 30, 2023