ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ આણંદ જિલ્લા તથા મધ્ય ઝોનમાં પ્રથમ આવ્યા બાદ કલા મહાકુંભમ રાજ્ય કક્ષા એ રાગા પટેલ કથક ક્ષેત્રમાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાને આવી છે રાગા એ આ સ્પર્ધા અંતર્ગત દાદરા તાલ માં કૃષ્ણ વંદના ત્યારબાદ તાલ ધમાર માં પારંપરિક કથક અભિનયપક્ષ માં દાદાગુરુ શ્રી સુંદરલાલગંગણી રચિત અષ્ટનાયિકા અને અંતમાં તાલ તિનતાલ માં તારાનાની પ્રસ્તુતી કરી હતી
રાગા છેલ્લા ૭ વર્ષ થી કલાગુરુ નમ્રતાબેન શાહ પાસે કથ્થક ની પરંપરાગત તાલીમ લઈ રહી છે રાગા એ કથક માં અખિલ ભારતીય ગાંધર્વ વિદ્યાલય મુંબઈ ની મધ્યમાં પ્રથમ તથા બૃહદ ગુજરાત સંગીત સમિતિ ની મધ્યમ પૂર્ણ સુધી ની પરીક્ષા આપી છે
તારીખ ૧૮/૦૩/૨૦૨૫ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમગ્ર ગુજરાતના ૫ ઝોન ના પ્રથમ અને દ્વિતીય સ્પર્ધકો એ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સ્પર્ધકોએ ચિત્ર, વક્તૃત્વ, સર્જનાત્મક કામગીરી, કથક, ભરતનાટ્યમ, ગરબા, રાસ અને લોકનૃત્ય જેવી કલાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી.
આ કલા મહાકુંભમાં આણંદની અનંદલય સ્કૂલની ધોરણ ૮માં ભણતી રાગા પટેલે પોતાના ગુરુ નમ્રતાબેન શાહ તથા આનંદલય શાળાનું ગૌરવ વધાર્યું છે.આ અગાઉ રાગાએ નૃત્યક્ષેત્રમાં ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ,ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીમૂર્મુ વિગેરે મહાનુભાવો સમક્ષ પોતાની નૃત્ય પ્રસ્તુતી કરી ચૂકી છે.