અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રેડ 2’ 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. જ્યારે ‘રેડ 2’નું ટીઝર રીલીઝ થયું ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે નિર્માતાઓએ તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. અજય દેવગન પોતાના પાત્ર અમર પટનાયક તરીકે પરત ફરી રહ્યા છે. પરંતુ આ વખતે તેમનો મુકાબલો સૌરભ શુક્લા નહીં પણ રિતેશ દેશમુખ સામે થશે.
Ek taraf satta, dusri taraf sach – Yeh RAID ab aur badi ho chuki hai. 💵💥#Raid2 Trailer out now.
🔗: https://t.co/9cZT1rh8IB
Knocking in cinemas on 1st May, 2025. @Riteishd @Vaaniofficial #RajatKapoor #SaurabhShukla #SupriyaPathak @amit_sial #TarunGahlot @rajkumar_rkg… pic.twitter.com/JKeCJh4Gom
— Ajay Devgn (@ajaydevgn) April 8, 2025
કેવું છે ‘રેડ 2’નું ટ્રેલર?
રેઇડ 2 એ 2018 માં રિલીઝ થયેલી રેઇડની સિક્વલ છે. જેમાં વાર્તા આગળ વધશે. પહેલા ભાગમાં અજયે IRS અધિકારી અમય પટનાયકની ભૂમિકા ભજવી હતી જે એક ભ્રષ્ટ રાજકારણીના ઘરે દરોડો પાડે છે અને સફળ થાય છે.પહેલી રેડમાં અજય દેવગણની સામે સૌરભ શુક્લા હતા. આ વખતે તેની સામે રિતેશ દેશમુખ છે જે એક શક્તિશાળી રાજકારણી દાદા ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રિતેશ અને સૌરભ શુક્લાના પાત્ર વચ્ચે સંબંધ બતાવ્યો છે. રિતેશ સૌરભને ‘તાઉજી’ કહીને બોલાવે છે. આ સિક્વલમાં અજય તેની ટીમ સાથે રિતેશ દેશમુખના ઘરે દરોડા પાડતા અને ખજાનો શોધતા નજર આવશે. હવે આ રેડ કેટલી સફળ જશે એ તો આવનારો સમય જ બતાવશે.
ચોટદાર સંવાદોથી ભરપૂર ટ્રેલર
ટ્રેલરમાં બોલાયેલા અદ્ભુત સંવાદો પણ ફિલ્મની મજબૂત કડી સાબિત થઈ શકે છે. ટ્રેલરની શરૂઆત અજય દેવગણ દ્વારા દરવાજો ખટખટાવતા થાય છે ‘दरवाजा खोलो, दादा मनोहर भाई के नाम पर वारंट है’. અંદરથી અવાજ આવે છે ‘अंदर ये शस्त्रधारी देख रहे हो’ આનો જવાબ અજય આપે છે ‘बाहर खड़े सरकारी कर्मचारी देख रहे हो’ અજયને આ ફિલ્મમાં પણ થોડી મુશ્કેલી થાય છે પણ પછી તે થોડા સમયમાં જ પોતાના ફોર્મમાં પાછો આવી જાય છે. વચ્ચે રિતેશનો એક ડાયલોગ છે ‘अच्छे नेता हाथ काले नहीं करते’ અજય દેવગણ રિતેશ સાથે ફોન પર વાત કરતા કહે છે ‘ ‘चक्रव्यूह में फंसोगे तो गुस्सा तो आएगा ही’.આનો જવાબ રિતેશ આપે છે ‘किसने कहा मैं पांडव हूं, मैं तो पूरी महाभारत हूं’. આમ ટ્રેલરમાં સંભળાતા આ ડાયલોગ ફિલ્મની ઇન્તેઝારી વધુ વધારી રહી છે. આગામી 1 મે ના રોજ આ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે.