નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ISISના કટ્ટરપંથીકરણ અને ભરતીના મામલમાં તમિલનાડુ અને તેલંગાનામાં 30 જગ્યાએ દરોડા પડ્યા છે. હાલમાં કોઈમ્બતુરમાં 21 જગ્યાએ, ચેન્નઈમાં 3 જગ્યાએ, હૈદરાબાદમાં 5 જગ્યાએ અને તેનકાસીમાં 1 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIA આતંકવાદી સંગઠન ISISને ભારતમાં પગ જમાવતા રોકવા માટે સતત એક્શન લઇ રહી છે.
ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી
તમિલનાડુ અને તેલંગાનામાં ફેલાયેલા ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી ચાલી રહી છે.NIAએ હાલમાં જ તમિલનાડુ અને તેલંગાનામાં આતંક ફેલાવવાના કાવતરામાં ISISના રોલની તપાસ કરવા માટે એક કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધવા બાદ જ NIA બંને રાજ્યોમાં 30 જગ્યાએ દરોડા પડવાનો નિર્ણય લીધો છે. આ દરોડાના માધ્યમથી ISISથી જોડાયેલા લોકોને પકડવાના છે જેમને દેશમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
NIAના 6 રાજ્યોમાં 9 જગ્યાએ દરોડા
NIA આ અગાઉ ઝારખંડ મોડ્યુલ સાથે જોડાયેલા મામલામાં ઘણાં રાજ્યોમાં દરોડા પડ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અંસારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ જ આ દરોડો પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની નજીક રહેતી વખતે ફૈઝાન કેટલાક ઉગ્રવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત 6 રાજ્યોમાં 9 જગ્યાએ દરોડા પાડવા દરમિયાન રાહુલ સેન ઉર્ફે ઉમર બહાદુરનાની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા
NIA અધિકારીઓના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ વગેરે જેવા ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય વાંધાજનક સામગ્રી, એક ચાકુ અને ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.