રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરને ચાહકો અને ક્રિટિક્સનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મથી રણદીપે નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મમાં રણદીપ સાથે અંકિતા લોખંડે મુખ્યભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી નહિ પરંતુ હવે આ ફિલ્મને લઈ મોટું અપટેડ સામે આવ્યું છે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું નામ ઓસ્કર 2024 માટે મોકલ્યું છે. સ્વાતંત્ર્ય વીર સાવરકર સિવાય કિરણ રાવની લાપતા લેડીઝને પણ 96માં એકેડમી એવોર્ડ માટે મોકલવામાં આવી છે.
રણદીપ હુડ્ડાએ સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા નિભાવી
ફિલ્મમાં રણદીપે સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા નિભાવી છે. અભિનેતાએ આ ફિલ્મ માટે શાનદાર ટ્રાન્સફોર્મેશન પણ કર્યું હતુ. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત,સંદિપ સિંહ અને રણદીપ હુડ્ડા તેમજ અન્ય ટીમ મેમ્બર્સ પણ આ વાતથી ખુબ ખુશ છે.
ફિલ્મના પોડ્યુસર સંદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી લખ્યું ખુબ સન્માનની વાત છે. અમારી ફિલ્મને ઓફિશિયલ ઓસ્કર માટે મોકલવામાં આવી છે. જેના માટે અમે ફેડરેશન ઓફ ઈન્ડિાને આભાર માનીએ છીએ. અમારા તમામ માટે આ ફિલ્મની જર્ની ખુબ ખાસ રહી છે. એ તમામનો આભાર જેમણે અમને સાથ આપ્યો છે. સંદીપની આ પોસ્ટ પર ચાહકોનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે.
આ ફિલ્મ વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન પર આધારિત છે. ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું નિર્દેશન રણદીપ હુડ્ડાએ કર્યુ છે. નિર્દેશક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. તેનો લુક અને બોડી ટ્રાન્સફોર્મેશન અદભુત હતુ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માટે અભિનેતાએ 30 કિલો વજન ઓછું કર્યું હતુ.જો તમે આ ફિલ્મ પરિવાર સાથે ઘરે બેસીને જોવા માંગો છો. તો તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ તમે ઓટીટી પર જોઈ શકો છો.