બોલિવૂડમાં આ દિવસોમાં Dhurandhar 2ને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધાર દ્વારા બનાવવામાં આવેલી આ એક્શન ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું નવું ગીત પણ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ જોવા મળશે અને તેની રિલીઝને હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે.
‘ધુરંધર’નો પહેલો ભાગ ફરીથી થિયેટરોમાં
ફિલ્મના પ્રમોશનને વધુ મજબૂત બનાવવા માટે નિર્દેશક આદિત્ય ધરે Dhurandhar નો પહેલો ભાગ ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ લગભગ 1,000 સ્ક્રીન પર ફરીથી દર્શાવવામાં આવી રહી છે. પહેલો ભાગ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થયો હતો, તેથી સિક્વલની રિલીઝ પહેલા દર્શકોમાં ઉત્સાહ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
એડવાન્સ બુકિંગથી જ 50 કરોડથી વધુ કમાણી
રણવીર સિંહ અભિનીત ધુરંધર 2 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. રિલીઝ પહેલાં જ ફિલ્મે મોટું માઇલસ્ટોન હાંસલ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, એડવાન્સ બુકિંગ અને અન્ય આવક દ્વારા ફિલ્મે ₹50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મના પેઇડ પ્રીવ્યૂ શો 18 માર્ચે યોજાવાના છે, જેના માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 2.20 લાખથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે, જેના કારણે ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે.
પહેલો ભાગ રહ્યો હતો બ્લોકબસ્ટર
ધુરંધરનો પહેલો ભાગ ડિસેમ્બર 2025માં રિલીઝ થયો હતો અને તેણે બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા મેળવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુની કમાણી કરી હતી. માત્ર હિન્દી વર્ઝનમાં જ ફિલ્મે ₹1,006.35 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને લગભગ 77 દિવસ સુધી થિયેટરોમાં ચાલી હતી. પહેલાના ભાગની મોટી સફળતા બાદ હવે ધુરંધર 2 માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફિલ્મની એડવાન્સ બુકિંગ અને પેઇડ પ્રીવ્યૂ શોને મળતા પ્રતિસાદને ધ્યાનમાં લેતા બોક્સ ઓફિસ નિષ્ણાતો માની રહ્યા છે કે ધુરંધર 2 પણ રિલીઝ પછી મોટી કમાણી કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel