લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સાથેના સંબંધો, ભાજપના 400 પારના નારા, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર ચર્ચા કરી હતી. કેજરીવાલ અને હેમંત સોરેનના મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘જો આ લોકો દેશના બંધારણ અને કાયદા વાંચે તો સારું રહેશે. મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી.’
પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સંસદમાં અમારા એક સહયોગીએ 101 અપશબ્દોની ગણતરી કરી હતી, ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિપક્ષ) માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.’
ભાજપાનાં 400 પારના નારા પર પીએમ મોદીએ શું કહ્યું?
ભાજપાનાં 400 પારના નારા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘હું જોઈ શકું છું. કે આપણો નવો યુગ આવી રહ્યો છે. જે લોકો મોટા સપના જોતા હતા અને મોટા વચનો આપી રહ્યા હતા, તે લોકોનો છેલ્લો તબક્કો છે, આ માત્ર ચૂંટણી જ નથી પરંતુ આવા લોકોનો સમય પૂરો થયો છે.’
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર PM મોદીના પ્રહાર
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું,’જ્યારે મેં તેમનો (કોંગ્રેસ) ચૂંટણી ઢંઢેરો જોયો, ત્યારે મેં મુસ્લિમ લીગની છબી જોઈ. જ્યારે મેં આ કહ્યું ત્યારે તેમને (કોંગ્રેસને) લાગ્યું કે તેનો જવાબ આપવાની કોઈ જરૂર નથી અને પછી મેં દરેક વાતનો ખુલાસો કર્યો, જેમ કે-જ્યારે આ દેશમાં કોઈ એવું પણ કહે કે અમારી પાસે રમતગમતમાં પણ લઘુમતીઓ માટે ક્વોટા છે તો પછી રમતગમતની તૈયારી કરતા દેશના બાળકોનું શું થશે?’
આ વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય પ. બંગાળ છે
બંગાળની ચૂંટણીના વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ટીએમસી બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમે 3 પર હતા અને બંગાળના લોકો અમને 80 પર પહોંચાડી દીધા. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે સમગ્ર ભારતમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હોય તો તે પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી રહી છે. ત્યાંની ચૂંટણી એકતરફી છે.’
ઓડિશામાં સરકાર બદલાઈ રહી છે
ઓડિશાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ઓડિશાનું ભાગ્ય બદલવાનું છે. ત્યાં સરકાર બદલાઈ રહી છે. વર્તમાન ઓડિશા સરકારની છેલ્લી તારીખ 4 જૂન છે અને 10 જૂને ભાજપના મુખ્યમંત્રી ઓડિશામાં શપથ લેશે.