ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. ૫૦ વર્ષીય રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્યમંત્રી બન્યા હતા. રેખાએ દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટણી જીતી છે. તેમણે આ બેઠક પર આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા. રેખા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. તે સંઘ સાથે સંકળાયેલી છે. રેખા દિલ્હી ભાજપના મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.
#WATCH रेखा गुप्ता ने दिल्ली की मुख्यमंत्री के रूप में शपथ ली।
13 साल की केजरीवाल रूपी अकर्मण्यता के बाद आख़िरकार दिल्ली को आम मुख्यमंत्री मिल गई है।
दिल्ली निश्चित रूप से विकास के पथ पर बढ़ने वाली है।
दिल्ली को बहुत शुभकामनाएँ।@gupta_rekha #RekhaGupta #DelhiCM #DelhiCMOath… pic.twitter.com/2UjHFAhX2k
— One India News (@oneindianewscom) February 20, 2025
દિલ્હીની રેખા સરકારમાં આ 6 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે
દિલ્હીની નવી સરકારમાં પરવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ, કપિલ મિશ્રા, આશિષ સૂદ અને પંકજ સિંહ મંત્રી તરીકે શપથ લેશે.