ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હતો તે રદ કરી દેવાયો છે, હાઇકોર્ટ દ્વારા 22 મે એ લેવાયેલા નિર્ણયને પડકાર આપતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સહિત બધી અરજીઓ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી.વિશ્વનાથન સામે રજૂ કરાઈ હતી.
“અનામત ધર્મના આધારે ન હોઈ શકે”
જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, ‘અનામત ધર્મના આધારે ન હોઈ શકે.’ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, ‘આ ધર્મના આધારે નથી. આ પછાતપણાના આધારે છે. પોતાના નિર્ણયમાં હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, ” હકીકતમાં આ વર્ગને ઓબીસી જાહેર કરવામાં ધર્મ એકમાત્ર માપદંડ હોય તે જણાઈ રહ્યું છે” વધુમાં કોર્ટે એમ પણ કહ્યું કે, મુસલમાનોના 77 વર્ગોને પછાત ગણવું એ પણ આખા મુસ્લિમ સમાજનું અપમાન છે” આ અંગે વધુમાં તેમણે કહ્યું હતું કે 2012ના અનામતના કાયદા અને 2010માં અનામતના પ્રવર્તમાન લાભોને પડકારતી કે યાચિકા પર નિર્ણય લેવાયો છે તેની અસર રાજ્યના જે નાગરિકો આ સેવાઓનો લાભ લઈ ચૂક્યા છે કે રાજ્યની જે સેવામાં પ્રક્રિયામાં તેમની પસંદગી ઠાઉ છે તેમાં આ નિર્ણયથી કોઈ બદલાવ આવશે નહીં. હાઈકોર્ટે એપ્રિલ 2010 અને સપ્ટેમ્બર 2010 વચ્ચે 77 વર્ગોને આપવામાં આવેલા અનામતને રદ કર્યું છે.