સરદાર ધામ, કરમસદ યુવા સંગઠન આયોજિત, સર્વ સમાજ સંકલિત “સરદાર કથા” પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું. સરદાર સારે હિન્દ કે, સર્વ સમાજ સંકલિત, સરદાર સાહેબના જીવનની અનોખી અને અદભુત વાતો કરમસદ મુકામે તારીખ 16, 17 અને 18 ફેબ્રુઆરી 2025 ના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ સ્કૂલ, કરમસદ મુકામે રાત્રે 8:30 કલાકે યોજાનાર છે. જેમાં વક્તા તરીકે માનનીય શૈલેષભાઈ સગપરીયા સરદાર સાહેબની જીવનની અનોખી અને અદભુત વાતો કરશે. આ સરદાર કથાની પોથીયાત્રાનું આજરોજ ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું. ઉમરેઠ થામણાં ચોકડી મધ્ય સર્વ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું. યાત્રા સાથે સરદાર ધામના યુએસએ ના પ્રમુખશ્રી રીકેશભાઈ પટેલ, ચરોતર સરદારધામના કન્વીનર શ
સમીરભાઈ પટેલ, આણંદ જિલ્લા કન્વીનર બ્રિજેશભાઈ પટેલ, ખેડા જિલ્લા કન્વીનર કમલેશભાઈ પટેલ સાથે હાજર રહેલ હતા.