ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા છે, અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મંગળવારની મોડી રાત્રે આ હાઈવેના બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો છે, જેમાં પસાર થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે, જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.