Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી

સુરતમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી

સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સુરત બોલાવવામાં આવી હતી, જ્યાં બે આરોપીઓએ તેને 20 દિવસ સુધી બંધક બનાવી રાખીને નશીલા ઈન્જેક્શન આપી વારંવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે આરોપીઓએ પોતાની ઓળખ અને ધર્મ છુપાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.

સોશિયલ મીડિયા પરથી શરૂ થયો ગુનાહિત ખેલ

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પીડિત યુવતી 25 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા દ્વારા સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી. અમન વર્મા સાથે તેનો મિત્ર મહંમદ તોહીદુલ પણ આ સમગ્ર ગુનામાં સામેલ હતો. તોહીદુલે પોતાની સાચી ઓળખ છુપાવી પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને ‘રોહિત ઉર્ફે તુષાર’ નામે યુવતી સાથે મિત્રતા કરી હતી. ખોટી ઓળખ અને મીઠી વાતોથી બંને આરોપીઓએ યુવતીનો વિશ્વાસ જીતી લીધો હતો.

જન્મદિવસના બહાને સુરત બોલાવી

પહેલી જાન્યુઆરીએ યુવતીનો જન્મદિવસ હોવાથી આરોપીઓએ સેલિબ્રેશનના બહાને તેને સુરત આવવા માટે લલચાવી હતી. યુવતી સુરત પહોંચતા જ આરોપીઓએ તેને શહેરની અલગ-અલગ હોટલોમાં રાખી હતી. યુવતી કોઈ પ્રતિકાર ન કરી શકે તે માટે તેને સતત નશાકારક ઈન્જેક્શન આપી બેભાન કરવામાં આવતી હતી.

પોલીસ તપાસ મુજબ, બેભાન અવસ્થામાં બંને આરોપીઓ યુવતી પર વારંવાર સામૂહિક દુષ્કર્મ આચરતા હતા. આ દરમિયાન યુવતીને માર મારવામાં આવ્યો હતો અને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓ યુવતીને દેહવેપારના ધંધામાં ધકેલવાની તૈયારીમાં હતા, જે વાતે કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.

20 દિવસ બાદ ભાગી છૂટી, FIR નોંધાઈ

લગાતાર 20 દિવસ સુધી શારીરિક અને માનસિક અત્યાચાર સહન કર્યા બાદ યુવતીને એક દિવસ મોકો મળ્યો અને તે આરોપીઓના સકંજામાંથી ભાગી છૂટી. તેણે હિંમત કરીને કોટામાં ‘ઝીરો નંબર’ FIR નોંધાવી હતી, ત્યારબાદ કેસ સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

કેસ સુરત પહોંચતા જ રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય વર્મા અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારનો સમાવેશ થાય છે. બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં.

આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા થતી ઓળખ છુપાવવાની ઘટનાઓ અને યુવતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસે પણ યુવતીઓ અને વાલીઓને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.