નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે અગાઉ હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબલ બેંચ દ્વારા ત્રણ સપ્તાહનો સમય આપી કમિશનર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજવા સૂચના આપી હતી, તેમજ મનપા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરે ત્યાં સુધી દુકાનોને તોડવા અંગે નિર્ણય ન લેવા આદેશ કર્યો હતો.
આ સાથે હાલમાં આ ગુરુવારે દુકાનદારો દ્વારા હાઇકોર્ટમાં આ મામલે પોતાનો જવાબ રજૂ કરાયો હતો, જેના અનુસંધાને હાઇકોર્ટ દ્વારા વહેલી તકે દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવ્યા બાદ કોમ્પ્લેક્સને લઈને કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હતો. હવે મનપા દ્વારા રહેલી તકે વૈકલ્પિક જગ્યાએ દુકાનદારોને દુકાનો ફાળવ્યા બાદ કોમ્પ્લેક્સ ઉતારવાની કાર્યવાહી કરાશે.