ઉનાળામાં લોકો તરબૂચ ખાવાનું ખૂબ પસંદ કરે છે કારણ કે આ ફળ શરીરમાં પાણીની કમી નથી થવા દેતું. સાથે જ તેમાં પોષક તત્ત્વો પણ ભરપુર માત્રામાં હોય છે સાથે જ મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળ ઘણા રોગો માટે રામબાણ છે પણ ડાયાબિટીસના દર્દીઓએ આ ફળ ખાવું જોઈએ કે નહીં તેને લઈને લોકોમાં મુંઝવણમાં હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકમાં શું સામેલ કરવું અને શું ન સમાવવું એ મોટી ચિંતાનો વિષય છે. ઘણા એવા ખોરાક છે જે ખાવાથી બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો અથવા ઘટાડો થઈ શકે છે. હવે તરબૂચ ઉનાળુ ફળ છે જે આરોગ્યને સ્વસ્થ રાખે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે છે અને તે શરીરને તડકાના કારણે થતા ડિહાઇડ્રેશનથી બચાવે છે. પરંતુ, ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ કે નહીં તે પ્રશ્ન છે.
એક્સપર્ટસ અનુસાર કંઈક ખાધા પછી લોહીમાં આપણી શુગર ઘણી ઝડપી વધે છે. કાકડી જેવા ફાઇબરથી ભરપૂર ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તો પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ જેવી મીઠી વસ્તુઓમાં વધુ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. તરબૂચનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 80 છે એટલે કે તે વધારે છે, છતાં ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે. આનું કારણ ગ્લાયકેમિક લોડ છે.
ગ્લાયકેમિક લોડ આપણને જણાવે છે કે શુગર કેટલી ઝડપથી વધશે એ નથી જણાવતું પણ એ જણાવે છે એક શુગર કેટલું વધશે..? એક્સપર્ટસના મતે, પ્રિડાયાબિટીસ અને ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક લોડ વધુ મહત્વ ધરાવે છે. તરબૂચ, કેળા અને સફરજનનો ગ્લાયકેમિક લોડ 11 થી 19 ની વચ્ચે આવે છે, જે મીડિયમ ગ્લાયકેમિક લોડ છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ અઠવાડિયામાં ત્રણ વખત આ ફળો ખાઈ શકે છે.
જો કે ચોખા, શક્કરીયા અને બટાકામાં ગ્લાયકેમિક લોડ 20 થી વધુ છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ આ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જેમને શુગર વધુ જ રહેતું હોય એમને તરબૂચ ન ખાવું જોઈએ. તરબૂચ એક હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફળ છે. તેને વધુ પ્રમાણમાં ખાવાથી શરીરમાં ગ્લુકોઝની માત્રા વધી શકે છે.