શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ ઊજવણી ના ભાગ રૂપે ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગથી મફત નેત્ર રોગ નિદાન કેમ્પ સાકરીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાકરીયા મુકામે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડોક્ટર જાનકી વી પટેલ આંખ રોગના નિષ્ણાતે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે સાકરીયા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી દિપકભાઈ પટેલ, મિનેશભાઈ ગાંધી તથા સાકરીયા ના ભદ્રેશભાઈ ગાંધી, મંડળીના ચેરમેન પંકજભાઈ બી બુટાલા, એસોસિયેનના પ્રમુખ રમણભાઇ જે પ્રજાપતી, મંત્રીશ્રી મુકુન્દકુમાર એસ શાહ, સહમંત્રી મનીષભાઈ ભાવસાર ખજાનચી જયેશભાઈ ગાંધી, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ પ્રોજેક્ટ ચેરમેન મયુરભાઈ બુટાલા, સોવેનીયર ચેરમેન જગદીશભાઈ ભાવસાર, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ શાહ, કારોબારી સભ્ય સંજયભાઈ પરીખ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના મેનેજર નરેશભાઈ, હસમુખભાઈ અને સોલંકીભાઈ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં સાકરીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનોનો ખુબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. આ નિદાન કેમ્પમાં 80 દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી 20 દર્દીઓને મોતિયાનું મફત ઓપરેશન કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું અને દરેક દર્દીને જરૂરિયાત મુજબના ચશ્મા મફત આપવામાં આવ્યા હતા.