હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે.
ભારતવર્ષનાં તીર્થસ્થાન હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે ચિત્રકુટ અખંડાશ્રમમાં ગંગા સપ્તમી પર્વે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગંગા મૈયાનાં તટ પરથી પોથી પધરામણી કરવામાં આવી. આ પહેલાં મનજીબાપાનાં સ્મરણ સાથે બજરંગદાસ બાપા આશ્રમમાં પોથી પધરામણી કરાવવામાં આવેલ.
શ્રીમદ્ ભાગવત પ્રારંભ કરાવતાં વિશ્વાનંદ માતાજી સંગીતવૃંદ સાથે સૌએ ‘વંદે માતરમ્’ ગાન કરેલ. કથા મંગલાચરણ અને મહાત્મ્ય વર્ણન કરવામાં આવેલ.
કથા આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર તેમજ ભાવિક શ્રોતાવર્ગ ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે અને ગંગા ભાગીરથી તથા ભાગવત ભાગીરથી સ્નાન લાભ લઈ રહ્યાં છે.