પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે.
વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સાનિધ્યમાં ગોપાલ ગૌશાળા મોકરમાં રંઘોળાનાં કથાકાર વૈશાલીબાળાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન થયું છે.
પોરબંદર પાસેનાં મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ તથા મોકર બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ ભાગવત કથા પ્રારંભ ગુરુવાર તા. ૨૩નાં થશે અને કથા વિરામ ગુરુવાર તા. ૩૦નાં થશે. કથા દરમિયાન કીર્તન મંડળીઓ દ્વારા કીર્તન રસપાન લાભ મળનાર છે.