ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થયો છે આ બીજી પરમાણુ સબમરિન ચીન અને પાકિસ્તાન માટે ઘાતક બની શકે છે.
Defence Minister Rajnath Singh has commissioned India's 2nd nuclear-powered ballistic missile submarine 'INS Arighat' (S3) into service at #Visakhapatnam today. pic.twitter.com/y5zT1p89NT
— News IADN (@NewsIADN) August 29, 2024
INS અરિઘાત અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓ અને સાધનોથી સજ્જ છે જેની લંબાઈ 112 મીટર, પહોળાઈ 11 મીટર અને તેનું વજન 6 હજાર ટન છે. સબમરીન ઘાતક K-15 મિસાઇલોથી સજ્જ છે જે 750 કિલોમીટર સુધીના ટાર્ગેટને ભેદી શકે છે. તેની વિશેષતા એ છે કે તે દુશ્મનને થાપ આપીને પકડાયા વગર એટેક કરી શકે છે. સબમરીન દોઢ હજાર ફૂટથી વધુ ઊંડાઈ સુધી પાણીમાં જઈ શકે છે. પરમાણુ રિએક્ટરને કારણે, આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે. અરિઘાત પાસે 83 મેગાવોટના હળવા પાણીના રિએક્ટર છે જેમાંથી તેઓ સંચાલિત થાય છે.
રાજનાથ સિંહે ઈન્ડીયન નેવી, ડીઆરડીઓની પ્રશંસા કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ઈન્ડીયન નેવી, ડીઆરડીઓની પ્રશંસા કરી હતી. તેમણે આ આત્મનિર્ભરતાને આત્મશક્તિનો પાયો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા દેશના ઔદ્યોગિક ક્ષેત્રને, ખાસ કરીને એમએસએમઈને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને રોજગારીની વધુ તકો ઊભી થઈ છે. રાજનાથ સિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની રાજકીય ઈચ્છાશક્તિને યાદ કરતા, જેમણે ભારતને પરમાણુ હથિયાર ધરાવનાર દેશની સમકક્ષ બનાવ્યું હતું, સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, આજે ભારત વિકસિત દેશ બનવા માટે આગળ વધી રહ્યો છે.