Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

કન્ટેનર ટ્રકમાં આડાશ રાખીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડતી LCB પોલીસ

કન્ટેનર ટ્રકમાં આડાશ રાખીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડતી LCB પોલીસ

પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના હેતુથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે અનુસંધાને કેવલ આર.વેકરીયા, પોલીસ ઈસ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદનાઓ ધ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ દેશી-વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ દેશી- વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ જે આધારે સંદીપ જી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. શાખાના અ.હેડ.કો. ચિંતનકુમાર મુકેશભાઇ તથા અ.પો.કો. કુલદિપસિહ હેમુભાઇ તથા અ.પો.કો. ભાવેશભાઇ અશ્વિનભાઇ નાઓ હાઇ-વે પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન સંદીપ જી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ હતી કે, એક TATA કંપનીની કંન્ટેનર બોડી વાળી ટ્રક ગાડી નં-HR 55 AF 7681 જેમાં સામાન ભરેલ પુઠાં બોક્ષની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે ટાટા કંન્ટેનર ટ્રક ગાડી કઠલાલ તરફથી આવી નડીયાદ રોડ તરફ જનાર છે.

જે આધારે ધોરણસર જરૂરી તૈયારીઓ કરી વોચમાં રહેતા બાતમી હકિકત મુજબની ટ્રક આવતા ઉભી રાખવાનો ઇશારો કરતા ટ્રક ચાલકે ટ્રકની સ્પીડ વધારી ભાગવાના ઇરાદે હંકારી મુકેલ જેનો પીછો કરી થોડે આગળ અવરોધ કરી ઉભી રખાવેલ અને સદર ટ્રકનો ડ્રાઇવર નાસવા જતા તેને પકડી લીધેલ તેનુ નામઠામ પુછતા પોતાનુ નામ ઝહીરખાન S/o. રહમતખાન મુનીરખાન મેવ ઉ.વ.૩૮ રહે. મકાન નંબર-૩૧, વોર્ડ નંબર- ૦૧, મછરોલી, મસ્જીદ પાસે, તા.જી-નૂહ (હરીયાણા)નો હોવાનુ જણાવેલ અને ટ્રકમાં ભરેલ સામાન બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જવાબ આપતો હોય તેને સાથે રાખી ટ્રકના કન્ટેનરના દરવાજા પાછળથી ખોલાવી જોતા પ્રથમ ત્રણ જેટલી હરોળમાં અન્ય સામાન ભરેલ પુઠાંના બોક્ષ દેખાતા હતા જેથી વધુ તપાસ માટે કન્ટેનરની અંદર જઇ જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના લેબલ વાળા બોક્ષ નજરે પડેલ હતા અને આડાશ વાળા પુઠાના સામાન ભરેલ બોક્ષ તથા વિદેશી દારૂ ભરેલ બોક્ષની સંખ્યા વધારે પ્રમાણમાં હોય અને વરસાદી વાતાવરણને ધ્યાને લઇ સદર ટ્રક પંચો તથા અમો પોલીસના જાપ્તામાં જીલ્લા ટ્રાફીકની કચેરી ડભાણ ખાતે લઇ જઇ સામાન ભરેલ બોક્ષ ઉતારી પ્રોહી મુદ્દામાલની ગણતરી કરતા. જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારુની કુલ બોટલ નંગ-૮૬૪૦ પ્રોહી કિ.રૂ. ૧૨,૭૭,૦૦૧ /- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કન્ટેનર ટ્રક કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/- તથા નાંના બાળકોને રમવાંના સાધનો તથા અભ્યાસ કરવાના સ્ટડી ટેબલો કુલ બોક્ષ નંગ-૭૩૫ જેની કિ.રૂા.૧૨,૭૭,૦૦૧/- મળી કુલ રૂ. ૪૯,૫૮,૨૦૧ /-નો મુદ્દામાલ કબ્જે કરી મહુધા પોલીસ સ્ટેશન ખાતે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.